પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાદરવા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાહીના બે કર્મીઓને પરિપત્ર આધારિત પગાર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

તારીખ ૦૧/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાંદરવા મુકામે તારીખ ૨૬/૧૦/૯૯થી પર સ્વીપર તરીકે ફરજ બજાવતા જસવંતભાઈ ડી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાહી મુકામે ૬/૪/૦૨થી વોર્ડ આયા તરીકે ફરજ બજાવતા લલીતાબેન કે તેઓને લાંબા સમયની નોકરી હોવા છતાં સંસ્થા દ્વારા ખૂબ જ ઓછો પગાર ચૂકવી તેમનું શોષણ કરવામાં આવતું હતું તે બાબતે બંને શ્રમયોગીઓએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી તેમના થતા શોષણ બાબતે રજૂઆત કરતા ફેડરેશ દ્વારા વિકાસ કમિશનર જુના સચિવાલય ગાંધીનગર તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય ગાંધીનગર અને જિલ્લાનું જિલ્લા પંચાયત ગોધરાને પંચમહાલને તારીખ ૨૬/૧૧/૨૦ના રોજ રીપ્રેઝન્ટેશન કરી અરજદારોને સરકાર શ્રી ના તારીખ ૧૬/૭/૧૯ના પરિપત્ર મુજબ માસિક રૂપિયા ૧૪,૮૦૦ પગાર ચૂકવવા તેમજ ના પરિપત્રના લાભો આપવા બાબતે જાણકારી કરેલ પરંતુ યોગ્ય સરકાર દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં આવેલ ન હતો પરંતુ કામદારોને મૌખિક રીતે જણાવેલ કે આવા કોઈ લાભો તમને મળી શકે નહીં વકીલો દ્વારા તો આવા કાગળો આવ્યા કરે એવું જણાવતા ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એ નંબર ૧૧૩૦૬/૨૨ દાખલ કરે જે કેસમાં અરજદાર તરફે હાઇકોર્ટના એડવોકેટ દિપક આર દવે હાજર રહી કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરે એ દલીલો ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ નિખિલ એસ કારીયેલ સાહેબે બંને શ્રમયોગીઓને સરકારશ્રીના પરિપત્ર મુજબ વર્ષ ૨૦૧૯થી રૂ.૧૪,૮૦૦ મુજબ પગાર તેમજ પગાર તફાવતની રકમ ચૂકવવા તથા સરકારના તારીખ ૧૭/૧૦/૮૮ના પરિપત્રના લાભો મેળવવા માટે અલગથી પિટિશન દાખલ કરવાનો આદેશ ફરમાવતા કામદાર તથા તેમના પરિવારમાં આનંદ છવાયો






