GUJARATMAHISAGARSANTRAMPUR

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના લપાણીયા ગામે દીપડાએ બળદનું મરણ કર્યું

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લપાણીયા ગામે દીપડાએ બળદનું મારણ કર્યું….

અમીન કોઠારી મહીસાગર
તા. ૨૭

કડાણા તાલુકાના લપણીયા ગામે રહેતા ભારૂભાઈ અમતાભાઈ ડામોર ને તેમના પરિવાર સાથે રાત્રે સુઈ ગયેલ,

 

ત્યારે
રાત્રીના સમયે દિપડો આવીને તેમના બળદ ને શિકાર બનાવેલ ને દીપડા એ બળદનું મારણ કરેલ, જેની ખબર ધરના ને સવારે પડતા,
આ ધટનાની જાણ જંગલ ખાતા ને કરાતાં જંગલ ખાતા અઘિકારીઓ ધટના સ્થળે આવેલ ને પશુપાલન શાખા નાં ડોકટર ને બોલાવી ને સ્થળ પર પંચકેસ ને દીપડાએ મારણ કરેલ બળદનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ હતું.

સમગ્ર ઘટનાએ આજુબાજુ વિસ્તારના લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. જંગલમાં ફરતા દીપડાઓને તેમને પૂરતો ખોરાક ન મળતા તેઓ માનવ વસ્તીમાં ઘૂસી જાય છે જેના કારણે માનવ વસ્તીમાં રહેલા પાડેલા પશુઓને મારીને નુકસાન કરતા ધરતીપુત્રોમાં દીપડાનો ભય પેદા થવા પામ્યો છે.

જંગલ ખાતાના અધિકારી કર્મચારીઓ દ્વારા દીપડા અને પાંજરે પુરવાની તજવીજ કરવામાં આવી તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!