લુણાવાડા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે 212 દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા સામન્ય સભાનું આયોજન

લુણાવાડા
નિલેશભાઈ દરજી શહેરા 

મહીસાગર જિલ્લાના મોતીબાગ પાર્ટી પ્લોટ લુણાવાડા ખાતે ૨૧૨ દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભા અને તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજનાં અનેક વડીલો, બહેનો, નવયુવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને હરસિદ્ધિ માતાજીના જયઘોષ સાથે થઈ હતી. ત્યારબાદ, સમાજ સુરક્ષા યોજના અને માહિતી પુસ્તિકાના કન્વીનરોએ વર્ષ ૨૦૨૪-૨૫નો અહેવાલ રજૂ કર્યો હતો. મુખ્ય મહેમાનોના હસ્તે માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
પુસ્તિકાના કન્વીનર દરજી દિલીપ કુમાર કાન્તિલાલે સૌ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. પુસ્તિકાનું વિમોચન મુખ્ય મહેમાન દરજી યોગેશકુમાર ગોવિંદલાલ. દરજી સંજયકુમાર કાન્તિલાલ. ડૉ રિતેશકુમાર રાજેશભાઇ દ્ધારા કરવામાં આવ્યું હતું અને 212 દરજી સમાજના ધોરણ 1 થી 12 ના તેજસ્વી તારલાઓ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને તેજસ્વી તારલાઓને મોમેન્ટો તથા પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું 212 દરજી સમાજ વિકાસ મંડળ ના પ્રમુખ દિવ્યાંગકુમાર મંત્રી ધર્મેન્દ્રકુમાર અધ્યક્ષ જયંતિભાઈ ખજાનચી ચિમનભાઈ ઉપપ્રમુખ ઉમેશભાઈ,ભાવેશાભાઈ, ભાવેશ ભાઈ રમેશભાઈ, સંજયભાઈ, વિજયભાઈ સમાજ સુરક્ષા કન્વીનર નરેશભાઈ, દિલીપભાઈ, અરવિંદભાઈ, માણેકલાલ સંગઠન મંત્રી પ્રવિણભાઇ શ્રી દરજી સમાજ વિકાસ મંડળ નાં તમામ હોદ્દેદારો તથા કારોબારી સભ્યો તથા તમામ વિધાથીર્ઓ તેમજ સમાજ નાં વડીલો અને બહેનો તથા નવયુવાનો હાજર રહી શ્રી 212 દરજી સમાજ વિકાસ મંડળ ની સાધારણ સભાને સફળતા પુર્વક ઉજવણી કરવામાં આવી હતી
કાર્યક્રમના મુખ્ય મહેમાન દરજી યોગેશકુમારે જણાવ્યું હતું કે 212 દરજી સમાજ મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યો તે બદલ હું દરજી સમાજનો ખુબ ખુબ આભારી છું દરજી સમાજ માટે કંઈક કરવાની ભાવના સાથે તેમણે વ્યકતવ્ય રજૂ કર્યા હતું અને વિધાથીર્ઓ માટે શિક્ષણની લગતી માહિતી પણ આપી હતી ૨૧૨ દરજી સમાજ વિકાસ મંડળ,લુણાવાડા દ્વારા આયોજિત વાર્ષિક સાધારણ સભા તેમજ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમમાં સમાજના પરમ વંદનીય શ્રીમતી જ્યોતિબેન અને પરમ વંદનીય લીનાબેન તથા દેશ વિદેશમાં વસાતા બહેનો સાથે મળીને સમાજના સર્વાંગી વિકાસ માટે સમાજની તમામ બહેનો ૨૧૨ દરજી વિકાસ મંડળ કમિટીમાં સાથે રહીને સાથ આપી સમાજનો સર્વાંગી વિકાસ કરવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી તે બદલ શ ૨૧૨ દરજી સમાજ તેઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આપણા સમાજના તેજસ્વી તારલાઓ શિક્ષણ વિભાગની અંદર કેવી રીતે આગળ વધે તે માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રમુખ અને મંત્રીશ્રી આવનારા સમયમાં સમુહ લગ્ન તેમજ શ્રી 212 દરજી સમાજ માટે સમાજ ભવન બનાવવા માટે જ્ઞાતિ બંધુઓને આહવાન કર્યું હતું.સમાજના સહ ખજાનચીશ્રી એ દૂર દૂરના સ્થળે થી આવેલ જ્ઞાતિજનો , આમંત્રણને માન આપી પધારેલા સૌ જ્ઞાતિબંધુઓ નો આભાર માની આભાર વિધિ કરી હતી..અંતમાં રાષ્ટ્રગીત ગાઈ સૌ જ્ઞાતિજનો સ્વરૂચિ ભોજન પ્રસાદ લઈ છુટા પડ્યા હતા.








