હાલોલ:સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૫.૮.૨૦૨૪
સમગ્ર દેશભરમાં આજે 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે પણ 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસભેર અને ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી હતી.આ ઉજવણીને લઇને ધ્વજ વંદન કાર્યક્રમનાં અતિથિ વિશેષ તરીકે રેખાબા નાં વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.જ્યારે આ પ્રસંગે શાળા ખાતે દેશભક્તિ ગીતોનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઇ અલગ અલગ પ્રવિર્તીઓ રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ના સંત શ્રી કેશવ સ્વરૂપદાસ મહારાજ તેમજ સંત શ્રી સંત પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો હાજર રહી આ 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી આન બાન શાન સાથે કરવામાં આવી હતી.


















