હાલોલ ચંદ્રપુરા સ્થિત જેએસડબ્લ્યૂ એમ.જી.મોટર્સ પ્રા.લીમીટેડ કંપની ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૧.૨૦૨૫
હાલોલ ના ચંદ્રપુરા ઔધોગિક વિસ્તારમાં આવેલ જેએસડબ્લ્યૂ એમ.જી.મોટર્સ પ્રા.લીમીટેડ કંપની ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર, હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી સહીત ઇન્દુ બ્લડ બેન્ક ના અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ, ઇન્ડ્રસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ( ડીઆઇએસએચ ) ડેપ્યુટી અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર દિનેશ ગામીત અને સુધાકર યાદવની ઉપસ્થિતિમાં ઈન્દુ બ્લડ બેન્ક વડોદરા ના સહયોગથી રક્ત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની ખાતે ૫૦૦ ઉપરાંત રક્ત બોટલ એકત્રિત કરવાના લક્ષ સાથે યોજાયેલ રક્તદાન શિબિરમાં સવારે ૯.૦૦ કલાકે દીપ પ્રાગટ્ય કરી કંપની કર્મચારીઓ દ્વારા રક્તદાનનો આરંભ કર્યો હતો.જે રક્તદાન સાંજે ૫.૦૦ કલાક સુધીમાં ૩૧૦ રક્તદાતા ઓ એ રક્તદાન કર્યું હતું.સમય પૂર્ણ થતા શિબિર બંધ કરી ફરીથી શિબિરનુ આયોજન કરવામાં આવનાર હોવાનું જાણવા મળી આવ્યું છે.હાલોલ ના ચંદ્રપુરા ઔધોગિક વિસ્તારમાં આવેલ જેએસડબ્લ્યૂ એમ.જી.મોટર્સ પ્રા.લીમીટેડ કંપની ખાતે કંપની ના સંચાલકો તેમજ કર્મચારીઓ દ્વારા પ્રતિ વર્ષે રક્તદાન કરતા આવ્યા છે.જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કંપની દ્વારા ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇ કંપની દ્વારા રક્તદાન એ મહાદાનના એમસાથે પ્રતિવર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરે છે.જેને લઇ કંપની ખાતે રક્તદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે કંપનીના ઉચ્ચ અધિકારી સંચાલક નિયામક સહીત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી રક્તદાતા ઓનો ઉત્સાહ વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.જેને લઈ યોજાયેલ શિબિરમાં ૩૧૦ રક્તદાતા ઓ એ રક્ત દાન કર્યું હતું.જેએસડબ્લ્યૂ એમ.જી. મોટર્સ પ્રા લીમીટેડ કંપની ના કર્મચારીઓ દ્વારા ૩૧૦ જેટલી માતબર રક્ત બોટલ એકત્રિત કરી રક્તદાન કરતા ઇન્દુ બ્લડ બેન્ક દ્વારા કર્મચાઓ તેમજ કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો.








