HALOLPANCHMAHAL

હાલોલની ટીકી ટાર ઈન્ડસ્ટ્રીઝ કંપનીના સ્વર્ગસ્થી ડાયરેક્ટરની પુણ્યતિથીને લઇ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૪.૨૦૨૪

હાલોલના ગોધરા રોડ પર આવેલ ટીકી ટાર ઈન્ડસ્ટ્રીઝના સ્વર્ગસ્થી ડાયરેક્ટરની પુણ્યતિથી ને લઇ કંપની ખાતે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 80 ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.હાલોલ સ્થિત ટીકી ટાર ઈન્ડસ્ટ્રીઝ કંપની ના કર્મચારીઓ દ્વવારા કંપનીના સ્વર્ગસ્થી ડાયરેક્ટર રાજેશભાઈ કાંતિલાલ શાહની 7 મી પુણ્યતિથી નિમિત્તે 28 એપ્રિલ રવિવારના રોજહાલોલ સ્થિત ટીકી ટાર ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં રક્તદાન એ મહાદાન ના એમ સાથે હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ, ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવારે 9.00 કલાકે રક્તદાન શિબિર નો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં 80 યુનિટ રક્ત બોટલ એકત્રિત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કંપનીના ડાયરેક્ટર હિરેન્દ્ર મોતા ના પુત્ર નીરવ મોતા તેમજ સ્વર્ગસ્થી રાજેશભાઈ શાહના પુત્ર પ્રતીક શાહ, કંપનીના એચઆર ગૌરવ કુમાર સહીતના ઉચ્ચ અધિકારી ખાસ ઉપસ્થિત રહી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.જેમાં કંપનીના કર્મચારીઓ દ્વવારા અનોખી રીતે 7મી પુણ્યતિથીને લઇ બ્લડ ડોનેશન કરતા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો જયારે ટીકી ટાર ઈન્ડસ્ટ્રીઝ કંપનીના કર્મચારી દ્વવારા 80 જેટલા રક્ત યુનિટ એકત્રિત કરી આપતા હાલોલ મહાજન આરોગ્ય મંડળ ના પ્રમુખ ભરતભાઈ પરીખે આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!