GODHARAPANCHMAHAL

શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો…

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

સામાજિક પ્રવૃત્તિઓ સાથે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા લેન્ડ ગ્રેબિંગ મુવી નું પણ પ્રમોશન કરાયું

 

એનએસએસ કેમ 2023 માં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને આજરોજ પ્રમાણપત્ર ઇનાયત કરવામાં આવ્યા હતા. ખાસ હાલ ચાલી રહેલ ગુજરાતી પિક્ચર લેન્ડ ગ્રેબિંગ ના પ્રોડ્યુસર ડાયરેક્ટર શ્રી હરીશભાઈ બારીયા સાહેબ, કાદિર સૈયદ ભાઈ ઉપરાંત એમની સાથે મુંબઈનો સ્ટાફ પણ આવેલ હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી હરીશભાઈ બારીયા તેમજ કદીર સૈયદ સાહેબનું સાલ ઓઢાડીને સ્વાગત કોલેજના પ્રિન્સિપાલ શ્રી એ કર્યું હતું. લો કોલેજ ના પ્રિન્સિપલ ડો અપૂર્વ પાઠક સાહેબ અને ડો સતીશ નાગર સાહેબ, કોલેજના ઇંગ્લીશ વિભાગના ડો. દીવાકર ગોર સાહેબ, ફિઝિક્સ વિભાગના શ્રી કે કે પુરાણી સાહેબ, સાયકોલોજી માંથી ડો સાચલા સાહેબ, માઇક્રોબાયોલોજી વિભાગ માંથી ધર્મેશભાઈ, સગુપ્તા મેડમ, સહિતના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કોલેજમાં ગત વર્ષે જે વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રોજેક્ટ બનાવ્યો હતો તેમને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન સિદ્ધાર્થસિંહ સોલંકી, મિતેશ વિનોદ અને ભૂમિ બારોટે કર્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન આસિસ્ટન્ટ પ્રોફેસર અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો રૂપેશ એન નાકર દ્વારા થયું હતું. પ્રિન્સિપલ ડો એમ બી પટેલે ખાસ જણાવ્યું હતું કે હાલ જ્યારે રિજનલ પિક્ચર્સ નો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ગુજરાતી પિક્ચરો બનવા એ હાલના સમયમાં ભાષાને ટકાવી રાખવા માટે ખૂબ જ અગત્યની વાત છે આ માટે એમણે સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!