AHAVADANG

ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં પદ માટે મેન્ડેન્ડ મળેલ ઉમેદવારોએ ફોર્મ ભર્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા પંચાયતની મહિલા એસટી પ્રમુખ પદનાં બેઠક માટે બે મહિલા ઉમેદવારોએ ફોર્મ ભરતા આંતરીક વિખવાદ સપાટી પર આવ્યો… પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત 18 જિલ્લા સદસ્યોનું પીઠબળ ધરાવે છે.ડાંગ જિલ્લા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનાં પક્ષે 17 બેઠકો આવી હતી.જ્યારે કૉંગ્રેસ પક્ષે માત્ર 1 બેઠક મળતા કૉંગ્રેસ પાર્ટી નિરાશામાં ધકેલાઈ ગઈ હતી.જ્યારે ત્રણેય તાલુકા પંચાયતની વાત કરીએ તો આહવા તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી 13 બેઠકો પર ભાજપા અને 3 બેઠકો પર કૉંગ્રેસ તથા સુબિર તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપા અને 2 બેઠક પર કૉંગ્રેસ તથા વઘઇ તાલુકા પંચાયતમાં 16 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપા અને 2 બેઠક પર કૉંગ્રેસે જીત મેળવી હતી.ડાંગ જિલ્લામાં અગાઉનાં અઢી વર્ષ માટે જિલ્લા પંચાયત તથા ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપાએ નિર્વિદન શાસન પુરૂ કર્યુ છે.આજરોજ ડાંગ જિલ્લા પંચાયત તથા ત્રણેય તાલુકા પંચાયતનાં પ્રમુખ,ઉપપ્રમુખ તથા વિવિધ સમિતિનાં અધ્યક્ષોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે.હાલમાં ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપાની સ્પષ્ટ બહુમતી હોય જેથી આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ નામો માટે પ્રદેશ ભાજપા પાર્ટી દ્વારા મેન્ડેડની ઘોષણા કરતા ગરમાટો આવી જવા પામ્યો હતો.ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ડાંગ જિલ્લા પંચાયતમાં રોટેશન મુજબ મહિલા પ્રમુખ તરીકે નિર્મળાબેન સુભાસભાઈ ગાઈન તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ભીખુભાઈ ભોયેનાં નામ પર મ્હોર મારી ઘોષણા કરતા આ બન્ને ઉમેદવારોએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યુ હતુ. જ્યારે ભાજપા હાઇકમાન્ડ દ્વારા આહવા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સુરેશભાઈ.એમ ચૌધરી તથા ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ એમ.વાઘમારે તથા વઘઇ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ચંદરભાઈ એમ ગાવીત ઉપપ્રમુખ તરીકે વનિતાબેન કૈલાસભાઈ ભોયે તેમજ સુબિર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રવીનાબેન એસ.ગાવીત તથા ઉપપ્રમુખ તરીકે રઘુનાથભાઈ સાવળેનાં નામ પર મ્હોર મારી મેન્ડેડની ઘોષણા કરતા આ તમામે આજરોજ તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.જેમાં ડાંગ  જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટેનો આંતરિક વિખવાદ સપાટી પર તરી આવ્યો હતો.ગુજરાત પ્રદેશ ભાજપાની હાઇકમાન્ડ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતમાં મહિલા એસટી પ્રમુખ પદની બેઠક માટે નિર્મળાબેન સુભાસભાઈ ગાઈનનાં નામ પર મ્હોર મારી મેન્ડેડની ઘોષણા કરી ફોર્મ ભરાવ્યુ હતુ. તેવામાં ડાંગ જિલ્લા પંચાયતમાં અમુક અસંતુષ્ટ જિલ્લા સદસ્યોએ આંતરિક જૂથવાદમાં ભાજપા પાર્ટીનાં હાઇકમાન્ડને અવગણીને પ્રમુખ પદ માટે નિલમબેન દિલીપભાઈ ચૌધરીનું ફોર્મ ભરાવી ઉમેદવારી નોંધાવતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે.ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપા પાર્ટીએ પ્રમુખ પદ માટે વિધિવત રીતે નિર્મળાબેન સુભાસભાઈ ગાઈનનાં નામનો મેન્ડેડ જાહેર કરી દીધા પછી પણ અસંતુષ્ટ જિલ્લા સદસ્ય નિલમબેન દિલીપભાઈ ચૌધરીએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવતા અનેક સવાલો ઉભા થયા છે.આ બાબતે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીતે જણાવ્યુ હતુ કે ભાજપા હાઇકમાન્ડ દ્વારા જિલ્લા પંચાયતનાં પ્રમુખ માટે નિર્મળાબેન સુભાસભાઈ ગાઈનને મેન્ડેડ આપ્યો છે.નિલમબેન દિલીપભાઈ ચૌધરીને ભાજપા પાર્ટીએ મેન્ડેડ આપેલ નથી.છતાંય ફોર્મ ભરેલ છે.જે બાબતે પ્રદેશ કક્ષાએ જાણ કરી પગલા ભરાશે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!