GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં મનરેગા યોજનાનુ પોલમપોલ સરપંચ પણ મનરેગા લાભાર્થી.!!

તારીખ ૦૪/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં મનરેગા યોજના ઓની સાથે સાથે મનરેગા શાખા ના અધિકારીઓ ની સાઠગાંઠ ને કારણે છેલ્લા એક વર્ષથી ખોરંભે પડેલ હાઇવે થી મોટા મહાદેવ મંદિર,નદી તરફ નો સી.સી રોડ કોન્ટ્રાકટર દ્વારા અધુરો મુકવામાં આવ્યો હતો તે સી સી રોડ કોન્ટ્રાકટર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવેલ ન હોય જેથી તાલુકા વિકાસ અધિકારી ના આશીર્વાદ થી વેજલપુર ગામના સરપંચ અને મનરેગા શાખા ના અધિકારીઓ દ્વારા એક બીજાના મેળાપીપણા થી ભ્રષ્ટાચાર આચરી કાગળો ઉપર ઘોડા દોડાવી હાલના સરપંચ ના જોબકાર્ડ માં તા/ ૦૩/૦૧/૨૦૨૪ થી તા/ ૧૫/૦૧/૨૦૨૪ એમ કુલ ૧૩ દિવસ ની વેતન ની એન્ટ્રી પડતા સમગ્ર ગામમાં ચર્ચા નો વિષય બન્યો છે કે હાલ પદ ઉપર બેઠેલા સરપંચ ગામમાં કોઈ વિકાસ કરે કે ના કરે પણ મનરેગા ના અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારી ના આશીર્વાદ થી કાગળો ઉપર વિકાસ ફાલ્યો ફુલયો દેખાય રહ્યો છે. મનરેગા ના અધિકારીઓ અનેક હદ વટાવી દીધી છે કે ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કસર રાખવામાં આવતી નથી કાલોલ મનરેગા શાખા ના અધિકારીઓ અનેક વખત વિવાદો માં સપડાયા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેઓ વિરૂદ્ધ કાયદાકીય કોઈ પગલાં લેવાતા ના હોય જેથી તેઓ ભ્રષ્ટાચાર આચરવામાં ટેવાઈ ગયા હોય તેવું લાગી રહયુ છે અગાઉ પણ ગ્રામ પંચાયત ની ચૂંટણી વખતે ચૂંટણી નો પ્રચાર જોરો સોરો થી ચાલી રહયો હતો તયારે બીજી તરફ મનરેગા ના અધિકારીઓ આંખ આડા કાન કરી સરપંચ ની ઉમેદવારી નોંધાવેલ ઉમેદવાર ના જોબકાર્ડ માં તાડ ફળીયા માં પેવર બ્લોક ના કામો કર્યા ની વેતન ની એન્ટ્રી પાડવામાં આવી હતી જેથી સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બોગસ લાભાર્થીઓ, ભૂતિયા લાભાર્થીઓ બનાવી બારોબાર નાણા નો વહીવટ કોણ કરી રહ્યુ છે તેની વિગતે તપાસ થશે તો ઘણા બધા અધિકારીઓ ની સંડોવણી બહાર આવશે.મનરેગા યોજના ના અધિકારીઓ સામે કોઇ કાર્યવાહી થશે ખરી કે પછી આવ ભાઈ હરખા આપડે બેઉ સરખા જેવો ઘાટ થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!