GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસે ગૌ વંશ નુ કતલ કરતા બે મહીલા સહિત ત્રણ ને ઝડપ્યા સાત સામે ગુનો નોંધી ૪ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો.

તારીખ ૦૪/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ એલ કામોળ ને ચોક્કસ બાતમી મળેલ કે વેજલપુરના ચાંદા ની વાડી અલી મસ્જીદ પાસે રહેતા સાદિક ઈસ્માઈલ પાડવા ઉર્ફે આઠમણીયો તેના રહેણાંકના મકાનમાં કેટલા ઈસમો ને ભેગા કરી ચોરી છુપી થી ગૌ વંશની કતલ કરી ગૌ માસનો જથ્થો ગોધરા અને વેજલપુર ખાતે વેચાણ કરનાર છે. હાલમાં ગૌ વંશ નુ કતલ ચાલુ છે. જે આધારે પોલીસે રેડ કરતા ઘરના પ્રથમ રૂમમા હુક પર ઇલેક્ટ્રીક વજન કાંટો લટકાવેલ અને કાંટા પર માસનો જથ્થો લટકતો જોવા મળેલ અને સાદિક ઈસ્માઈલ પાડવા હાથમા છરી લઈને લટકાવેલ માંસ ના જથ્થા ઉપર માસ કાપી કાપી ને ઉતારતો હતો. બે મહિલાઓ હાથમા છરીઓ લઈને માસ કાપી કાપી ને પ્લાસ્ટિકની થેલીમાં ભરતી જોવા મળી હતી જયારે અન્ય બે ઈસમો લાકડાના થીંબલા ઉપર કુહાડી વડે કાપી ને માસના ટુકડા કરતા હતા જેઓ પોલીસને જોઇને દરવાજા થી નીકળી ગંદા પાણીના કોતરમા થી નાસી ગયા હતા પોલીસે કોર્ડન કરીને સાદિક ઈસ્માઈલ પાડવા ઉર્ફે આઠ મણિયો અને રસીદા સાદીક ઈસ્માઈલ પાડવા તેમજ સુગરા હુસેન ગોધરીયા ને ઝડપી પાડ્યા હતા. પોલીસને રૂમમાં તાજુ કતલ કરેલું ગૌ વંશ ના માસ ભરેલા તગારા, પીપડા, માસ ભરેલી થેલીઓ, ગૌ વંશ ના હાડકા, પગ, માથા ના ભાગના હાડકા કતલ કરવાના સાધનો કુહાડીઓ, છરીઓ, લાકડાના થીંબલા તથા બીજા રુમમાં ફ્રીજમા ઉપરના ભાગે ડીપ ફ્રીઝ મા મુકેલ માસની થેલીઓ અને તિજોરીમાંથી ગૌ માસના વેપારના નાણા મળી આવેલ. પોલીસની પૂછપરછમાં સાદીક ઈસ્માઈલ પાડવા એ જણાવ્યું કે નાસી જનાર ગોધરાના વસીમ અનવર બુઢા અને સલમાન અનવર બુઢા બન્ને ઈસમો ગૌ માસનું વેચાણ કરવા અને ગાય, બળદ ની કતલ કરવા માટે અવારનવાર તેની પાસે આવે છે અને તેઓ તમામ ભેગા મળીને આ ધંધો કરે છે. વેજલપુર ના ઇમરાન ઉર્ફે તૈમુર મોહમ્મદ જમાલ અને રિઝવાન મહંમદ જમાલ બંને ઈસમો પાસે થી રૂ ૧૦,૦૦૦/ મા ગૌ વંશ કતલ કરવા માટે લાવ્યા હતા અને બન્ને જણા દોરીને તેમના ઘરે મુકી ગયા હતા અને અવારનવાર કતલ કરવા માટે ગૌ વંશ તેઓને આ બન્ને પુરા પાડે છે. નાસી છૂટેલા ઈસમો સાદીક ની હુંડાઈ કંપની ની ફોર વ્હીલ ગાડીમાં ગૌ માસ ગોધરા ખાતે વેચાણ માટે લઈ જાય છે. પોલિસે કાર મા તપાસ કરતા પાછળના ભાગે સીટ માં થી પ્લાસ્ટિકની થેલીમાં માસ ભરેલુ મળી આવેલ તેમજ મોટરસાયકલ પર થી પણ પ્લાસ્ટિકની માસ ભરેલી કાળી થેલીઓ મળી આવેલ. પકડાયેલ માસ ને પરીક્ષણ માટે એફ એસ એલ મા મોકલી રોકડા રૂ ૧,૧૫,૧૯૦/ તેમજ કાર રૂ ૨,૦૦,૦૦૦/ મોટરસાયકલ રૂ ૨૫,૦૦૦/ પકડાયેલ માસ ૨૯૫ કીલો. રૂ ૫૯,૦૦૦/ જૂના ફ્રીઝ, વાડકા, દોરડા, પાટલા,પ્લાસ્ટિકના ટબ, તગારા, એલ્યુમિનિયમ તગારા, મોબાઈલ ફોન નંગ ૨, લાકડાના અને પ્લાસ્ટિકના હાથા વાળી છરીઓ ફૂલ મળી રૂ ૪,૦૮,૦૬૦/ નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ત્રણ તેમજ નાસી છૂટેલા બે અને નહી મળેલ બે એમ કુલ મળી ૭ સામે પશુઓની સાચવણી અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!