VALSADVALSAD CITY / TALUKO
વલસાડમાં વસંત પંચમીએ બે જાહેર સ્થળો પર પુસ્તક પરબ યોજાઈ

વલસાડ, તા. ૩ ફેબ્રુઆરી
વલસાડ પુસ્તક પરબના વલસાડના 37મા મણકામાં ૨૮૮ પુસ્તકોને વાચકો મળ્યા હતા. બે જાહેર જગ્યા સર્કિટ હાઉસની સામે તથા એસ. ટી. વર્કશોપની સામે ફૂટપાથ પર રવિવારે પુસ્તક પરબ યોજાઈ હતી. પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ, હાર્દિક પટેલ, દેવરાજ કરડાણી, જયંતી મિસ્ત્રી, અર્ચના ચૌહાણ, સુનિતા ઢીમર, સૌરભ પટેલ, ટીના પટેલ અને હિતેશ પટેલ દ્વારા આયોજન કરાયુ હતું. રાધિકા, તેજલ, અમન તથા વાચકોની સેવાનો વિશેષ લાભ મળી રહ્યો હતો. પુસ્તક પરબની મુલાકાત આબાલ વૃદ્ધ સૌ મળી લગભગ ૩૦૦થી વધુ લોકોએ લીધી હતી.




