GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

રામદેવપીર ના પાઠમાંથી બાઇક ઉપર પરત જતા ઈસમને ઈનોક્સ કંપની પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં મોત

 

તારીખ ૧૧/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના રતનપુરા ગામે રહેતા જશવંતભાઈ જયંતીભાઈ વણકર ઉ વ ૩૬ શનિવારે રાત્રે ૮ વાગ્યા ના સુમારે કાતોલ ગામે રામદેવપીરના પાઠમાં મોટરસાયકલ લઈને નીકળ્યા હતા અને પાઠ પુર્ણ થયા બાદ રવિવારે વહેલી સવારે પોતાના ઘરે જવા માટે મોટરસાયકલ લઈને ઇનોક્સ કંપની પાસેથી પસાર થતા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો અને મોટરસાયકલ સાથે તેઓ રોડની સાઈડમાં પડી ગયા હતા અને ત્યા લોહી પડેલ હતુ. જેઓને કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેઓને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તથા ફરજ ના ડોક્ટરએ મરણ પામેલા જાહેર કર્યા હતા. સમગ્ર બાબતની ફરિયાદ તેઓના મોટાભાઈ સુરેશભાઈ જયંતીભાઈ વણકરે કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઇ એલ એ પરમાર દ્વારા શરૂ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!