Rajkot: બાલભવન ખાતે યોજાનાર મેગા રોજગાર ભરતી મેળો
તા.૨૪/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
એસ.એસ.સી. થી સ્નાતક સુધીના ઉમેદવારો માટે ૫૦ થી વધુ કંપનીમાં રોજગારીની તકો
Rajkot: રાજ્ય સરકાર દ્વારા યુવા રોજગારી માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન હાથ ધરવામાં આવે છે. જેના અનુસંધાને મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ અને શ્રીમતી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા, ૨૭/૧૨/૨૦૨૪(શુક્રવાર) ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે બાલભવન, રેસકોર્ષ. રાજકોટ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ રોજગાર ભરતીમેળામાં અલગ અલગ ૫૦ થી વધારે ખાનગી એકમોના પ્રતિનિધી હાજર રહી ઈન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી હાથ ધરશે. હાજર રહેનાર નોકરીદાતા અંગેની વધુ વિગત રોજગાર કચેરીની ટેલીગ્રામ ચેનલ “Emp Rajkot”, ફેસબૂક પેજ “Employment Office Rajkot” તેમજ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ “emp.rajkot” પર ઉપલબ્ધ છે.
આ રોજગાર ભરતીમેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ., ડિપ્લોમા અને બી.ઈ. ઇલેક્ટ્રોનિક, મિકેનિકલ એન્જીનીયર તેમજ કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.
આ અંગે વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩, બહુમાળી ભવન, રાજકોટનો રૂબરૂ અથવા ફોન નંબર: ૦૨૮૧-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા કચેરીની યાદીમાં જણાવાયું છે.