હાલોલ-સામ્રાજ્ય સોસાયટીમા રહેતા પરણિત યુવકે આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં માતમ છવાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૧.૨૦૨૫
હાલોલના ગોધરા રોડ ઉપર આવેલી સામ્રાજ્ય સોસાયટીમાં રહેતા એક પરિણીત યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી, બપોરે પત્ની બાળકોને લેવા માટે સ્કૂલે ગઈ તે દરમિયાન પતિએ ઘર માં ફાંસો ખાઈ લીધો હતો. બાળકો ને લઈ ઘરે આવેલી પત્ની એ ઘર નો દરવાજો ખાખડવાતા અંદર થી કોઈ જ હરકત ન જણાઈ આવતા આજુબાજુના લોકો એ દરવાજો તોડી ઘર માં પ્રવેશતા પત્ની એ પતિ અને બાળકો એ પિતા ઘુમાવ્યા ના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે સોસાયટીના રહીશોએ યુવક ને ઉતારીને હાલોલ ની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં તેમને મૃત હોવાનું જણાવતા હાલોલ ટાઉન પોલીસ ને જાણ કરવામાં આવી હતી, પોલીસે એડી નોંધી પીએમ કરાવવાની કાર્યવાહી કરી હતી.હાલોલના સામ્રાજ્ય સોસાયટી માં રહેતા અને ખાનગી કંપની માં નોકરી કરતા કાલોલ તાલુકાના કંડાચ ગામ ના મેઘરાજસિંહ ગોહિલ ના લગ્ન ઘોઘંબા ખાતે વૈશાલીબેન પરમાર સાથે થયા હતા, જેઓ ને એક બાળક અને એક બાળકી હતા. છેલ્લા અઢી એક વર્ષ થી તેઓ સામ્રાજ્ય સોસાયટી માં પોતાના લીધેલા મકાન માં રહેતા હતા. બંને નાના બાળકો ગોધરા રોડ પર આવેલ ખાનગી સ્કૂલ માં અભ્યાસ કરતા હતા જેઓને બપોરે લેવા માટે વૈશાલી બેન સ્કૂલ ઉપર આવ્યા હતા તે દરમ્યાન મેઘરાજસિંહે ઘર માં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.યુવક ના અચાનક આપઘાત થી તેના પરિવારજનો ભારે આઘાત માં છે. મેઘરાજ સિંહ ને આર્થિક સંકડામણ જેવું પણ ન હોવાનું તેઓના પરિવારજનો પાસે થી જાણવા મળ્યું છે. તો તેઓ એ આપઘાત કેમ કર્યો તે અંગે નું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે હાલ એડી નોંધી યુવકના મૃતદેહને પીએમ કરાવી વધુ તપાસ કરી રહી છે.







