
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી બોર્ડર પાસે રિવર્સમાં કાર દોડાવી બુટલેગર ફરાર – પોલીસે નજર સામે થી દારૂ ભરેલી કાર ગુમાવી દીધી.
જિલ્લાના શામળાજી નજીક આવેલા ગુજરાત-રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં બુટલેગરો ફરી એકવાર બેફામ બન્યા છે. ગુરુવારે રાત્રે એલસીબીની ટીમ દારૂ ભરેલી શંકાસ્પદ કાર પકડી પાડવા પહોંચી હતી, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ જતાં અચાનક કાર રિવર્સમાં દોડાવી દીધી. સમગ્ર ઘટનામાં બુટલેગર ફિલ્મી અંદાજે કાર સાથે ફરાર થઈ જતા પોલીસે નજર સામે થી દારૂ ભરેલી કાર ગુમાવી દીધી.
પ્રાપ્ત માહિતી મુજબ, એલસીબીની ટીમે શંકાસ્પદ ચળવળ જણાતા એક સફેદ રંગની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે હડકતભેર રિવર્સ ગિયર મારતાં પોલીસના ચક્કર ઊંઘી ગયા. રાત્રિના અંધારાનો લાભ લઈ આરોપી કારને સતત રિવર્સમાં ચલાવતો પોલીસના હાથ આંટીઘૂંટી ખાઈ ફરાર થઈ ગયો.ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ એલસીબીની ટીમે તરત જ આસપાસના વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી છે. તેમજ સમગ્ર બોર્ડર વિસ્તારમાં વાહન ચેકિંગ વધારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર,રિવર્સ કરી ગયેલી કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ હોતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે કાર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહી હતી.
સ્થાનિકોની વાત:
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, હાલમાં જ આવા ઘટનાઓ વધી રહી છે અને બોર્ડર વિસ્તારોમાં પોલીસની અણઘડ ગતિશીલતાનો લાભ લઈને બુટલેગરો ધંધો ચલાવી રહ્યા છે.





