GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના મેવાડ આઇસક્રીમ ની દુકાનમાં એક્સપાયરી ડેટ નો આઈસક્રીમ પાલીકા દ્વારા ઝડપી નાશ કરાયો

તારીખ ૧૦/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ બસ સ્ટેશન સામે આવેલા મેવાડ આઇસક્રીમ નામની દુકાનમાં એક્સપાયરી ડેટ નો આઈસ્ક્રીમ આપતા એક ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો અને કાલોલ નગરપાલિકા ના ચીફ ઓફિસર ને આ વાતની જાણ થતાં તેઓએ પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ ને સ્થળ ઉપર મોકલી આઇસ્ક્રીમ ચેક કરાવતા એક્સપાયરી ડેટ વાળો રાજભોગ કેન્ડી ૧૩ પીસ અને મેંગો ડોલી આઇસક્રીમ ૨૦ પીસ જેના પર ફેબ્રુઆરી ૨૦૨૫ ની એક્સપાયરી ડેટ લખેલ હતી તે કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી એક્સપાયરી ડેટ ના જથ્થા નો નાશ કરાયો હતો.






