હાલોલની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતી બે પુત્રોની માતાએ ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી,પોલીસે તપાસ હાથ ધરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૫.૨૦૨૬
હાલોલના દાવડા ખાતે સિદ્ધિ વિનાયક સોસાયટી માં રહેતી બે પુત્રો ની 28 વર્ષીય પરણીતા એ તેના ઘરે પહેલા માળે મુખ્ય રૂમ માં લગાવેલ પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઈ કોઈ અગમ્ય કારણોસર આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ના દાવડા ખાતે આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટી માં રહેતા જીતેન્દ્રકુમાર શાંતિસ્વરૂપ શર્મા ત્રણ પુત્રો અને પત્ની સાથે સંયુક્ત પરિવાર માં રહે છે જેમાં મોટા પુત્ર આતિષકુમાર ના લગ્ન ૨૦૧૯ માં શિવાની સાથે થયા હતા. અને તેમના લગ્ન જીવન માં ૩ વર્ષ ની પુત્ર અને ૨ વર્ષ નો પુત્ર છે ઘટના ના દિવસે એટલે ૧૬ મેં ના રોજ આતિષકુમાર રોજના ક્રમ મુજબ નોકરી પર ગયા હતા અને તેનો નેનો ભાઈ રવીશકુમાર પાવાગઢ ખાતે દુકાને ગયો હતો. જયારે જીતેન્દકુમાર તેમના પત્ની અને તેમનો પુત્ર ઓમભાઈ અને આતિષકુમારની પત્ની શિવાની અને તેના બે બાળકો ઘરે હતા દરમ્યાન ૧૧ વાગ્યાના સમયગાળામાં શિવાની તેના નાના છોકરાને નવડાવવા માટે નીચે મૂકી ઉપરના મળે તેના રૂમ માં જતી રહી હતી ત્યારબાદ જમવાનો સમય થતા શિવાની ને તેની સાસુએ બોમો પાડી છતાં તેઓ નીચે નહિ આવતા જીતેન્દ્ર્ભાઈ તેમની પત્ની પહેલા માળે શિવાની ના રુમ નો દરવાજો ખખડાવેલ તેમ છતાં તેનો કોઈ પ્રતિ ઉત્તર ન મળતા જીતેન્દ્રભાઈ એ પાછળ ની અગાસીમાં જઈ કાચની બારી ખોલી અંદર પ્રવેશ કરતા શિવાની રૂમ માં આવેલ પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાધેલી હાલત માં જોવા મળતા ડઘાઈ ગયા હતા બુમાબુમ કરતા તેમની પત્ની અને પુત્ર દોડી આવી શિવાની ને નીચે ઉતારી બનાવ ની જાણ પોલીસ ને કરતા પોલીસ ઘટના સાથે દોડી આવી હતી પોલીસે પ્રાથમિક તપાસ કરી હાલ અકસ્માત મોત નો ગુનો નોંધી મૃતક નું હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ કરાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પરણીતાએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે પોલીસ તપાસ માં બહાર આવે તેમ છે.જોકે પોલીસે મૃત્યુ નો કારણ શોધવા અથાગ પ્રયાશો સાથે એફએસએલ ની ટીમ ની મદદ લઇ તપાસ આગળ ધપાવી હોવાનું જાણવા મળી આવ્યું છે.









