હાલોલ- ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં ચેરમેન, વાઇસ ચેરમેન નિમણુંક, ભાજપ પ્રેરિત ચેરમેન, વાઇસ ચેરમેન નિમણુંક થતા ફરી એકવાર ભગવો લહેરાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૭.૨૦૨૪
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલ માં આજે ચેરમેન, વાઇસ ચેરમેન નિમણુંક કરવામાં આવતા ભાજપ પ્રેરિત ચેરમેન, વાઇસ ચેરમેન નિમણુંક થતા ફરી એકવાર હાલોલ એપીએમસી ખાતે ભગવો લહેરાયો હતો.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલ ના હોદ્દેદારો નો કાર્યકાળ પૂર્ણ થતા 12મી ફેબ્રુઆરી ના રોજ હાલોલ એ.પી.એમ.સી ખાતે ૧૦ ખેડૂત હોદ્દેદાર માટે પંચમહાલ જિલ્લા રજિસ્ટ્રાર ની ચૂંટણી અધિકારી ની અધ્યક્ષતમા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો.પરંતુ તેમાં ચેરમેન વાઇસ ચેરમેન ની નિમણુંક પ્રકિયા બાકી હતી.તે આજે 4 જુલાઈ ને ગુરુવારના રોજ સવારે 11. કલાકે એપીએમસી ખાતે પંચમહાલ જિલ્લા રજિસ્ટ્રાર ની ચૂંટણી અધિકારી ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.જોકે વરસાદી માહોલ ને લઇ ચૂંટણી અધિકારી થોડા મોડા પડતા એપીએમસી ખાતે હોદ્દેદારો સહીત ઉપસ્થિત લોકોમાં ભારે તાલાવેલી જોવા મળી હતી.જોકે ચૂંટણી અધિકારી આવી પોંહચતા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરતા ભાજપ દ્વારા મેન્ડેટ ચેરમેન તરીકે વરીયા નારણભાઇ લાલાભાઇ જયારે વાઇસ ચેરમેન તરીકે પરમાર યોગેન્દ્રસિંહજી રૂદ્રદત્તસિંહજી નું નામ ખુલતા આ બંને હોદ્દેદારોએ તેમની ઉમેદવારી નોંધાવતા તેવો સામે અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતા ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે વરીયા નારણભાઇ લાલાભાઇ જયારે વાઇસ ચેરમેન તરીકે પરમાર યોગેન્દ્રસિંહજી રૂદ્રદત્તસિંહજી ( મુન્ના દાદા ) ને બીન હરીફ વિજેતા જાહેર કરતા સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર સહીત એપીએમસીના હોદ્દેદારો ખેડૂતો તેમજ ઉપસ્થિત સૌ એ મોં મીઠું કરાવી ફૂલ હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.આ સમયે ભાજપ કાર્યકર્તાઓ માં ભારે ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચેરમેન તરીકે ચૂંટાયેલા નારણભાઇ વરીયા વ્યયસાયે વકીલ છે, અને તેઓએ અગાઉ પણ એપીએમસી ખાતે ચેરમેન રહી ચુક્યા છે.જયારે વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયેલા પરમાર યોગેન્દ્રસિંહજી રૂદ્રદત્તસિંહજી કંજરી રાજવી પરીવારમાં આજે એપીએમસી હાલોલ ખાતે છેલ્લી બે ટમ થી ચેરમેન રહી ચુક્યા છે.








