શહેરા નગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં વિસ્તારમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજ ના દિવસ ભગવાન શ્રી રામ નો જન્મ થયો અને આ દિવસ દરમિયાન ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે કેહવાય છે કે ભગવાન શ્રી રામ જન્મ ચૈત્ર સુદ નવમી નાં દિવસે થયો હતો અને રાત્રે નાં સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનો જન્મ ચૈત્ર સુદ નવમી દિવસે થયો હતો જે શહેરા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણ જન્મ ઉત્સવ ઉજવાય છે અને શહેરા નગરમાં શોભાયાત્રા નીકળે છે જે શ્રી રામજી મંદિર પ્રસ્થાન કરવામાં આવે છે જેમાં મેન બજાર સિધ્ધિ ચોકડી બસ સ્ટેન્ડ રોડ હોડી ચકલા થઈ ને શ્રી રામજી મંદિર પરત ફરી ને સમર્પિત કરવામાં આવે છે શહેરા નગરના હિન્દુ સમાજ આગેવાનો અને નાનાં મોટાં બાળકો અને કાર્યકરો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા શહેરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં શહેરા PI અંકુર ચૌધરી દ્ધારા શોભાયાત્રામાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે શહેરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો







