BHUJKUTCH

લોકસભા પરિવાર દ્વારા કચ્છ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ દિવસ ચાલનારી સૌથી મોટી ટુર્નામેન્ટ 

૧૮-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી ના અમૃતકાલ અંતર્ગત કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સાંસદ્શ્રી વિનોદભાઇ ચાવડા અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ના સૌજન્ય થી તારીખ 18/1/2023 થી શરૂ થયેલ છે, કચ્છના ક્રિકેટ ઇતિહાસ માં સંળગ ૪૫ દિવસ ચાલનારી ટુર્નામેન્ટ માં કચ્છ – મોરબી ની 150 થી વધુ ટીમો જેવી ભાગ લઇ રહી છે જે સૌથી મોટી ટુર્નામેન્ટ છે જેમાં તારીખ 17/02/2023 ના 31 એકત્રીસમાં દિવસની પ્રથમ મેચ શિવ શક્તિ ઇલેવન સલાયા અને PCC ઇલેવન પત્રી વચ્ચે રમાઈ જેમાં શિવ શક્તિ ઇલેવન સલાયા ની જીત થઈ બીજી મેચ ફાઇટર ઇલેવન ભુજ અને મોરનીંગ ઇલેવન અંજાર વચ્ચે રમાઈ જેમાં મોરનિંગ ઇલેવન અંજાર ની ટિમ વિજેતા થઈ ત્રીજી મેચ વંદે માતરમ એ અને મામા ઇલેવન વચ્ચે રમાઈ જેમાં વંદે માતરમ એ ટીમ વિજેતા થઈ ચોથી મેચ લકી ઇલેવન અને બાયડ ઇલેવન અંજાર વચ્ચે રમાઈ જેમાં લકી ઇલેવન ટીમ ની જીત થઈ પાંચમી મેચ રોયલ ઇલેવન ઝુરા અને કિસ્મત ઈલેવન માડીયા વચ્ચે રમાઈ જેમાં કિસ્મત ઇલેવન માડીયા ટીમ ની જીત થઈ હતી.  કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃત કાલ અંતર્ગત કચ્છની સૌથી મોટી ઓપન ડે નાઈટ “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ”ના 31માં દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીની ઉપસ્થિતિમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી નીમાબેન આચાર્ય,ભુજ કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલના આચાર્ય શ્રી રાજેશભાઈ ત્રિવેદી, કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલના શ્રી આર.એમ.પટેલની હાજરીમાં ટોસ વિધિ કરવામાં આવી સાથે આઇ.ટી. સેલના શ્રી જીતેનભાઇ ઠક્કર, શ્રી અનિલભાનુશાલી,શ્રી ભૌમીકભાઈ વચ્છરાજાની, તથા રોટરી કલ્બ ઓફ ભુજ વોલ સિટી તરફ થી થેલેસેમિયા જાગૃતિ માટે પેંપ્લેટ વિતરણ તેમજ થેલેસેમિયા ના જાગૃતિ વિષે ની સ્પીચ આપી સમજ આપવામાં આવી હતી જેમા રોટરી કલ્બ ઓફ ભુજ વોલ સિટી ના શ્રી જયેશ જોષી, શ્રી હર્ષદભાઈ, શ્રી પ્રિતેશ ઠક્કર, શ્રી દતુભાઈ ત્રિવેદી, શ્રી રાજનભાઈ મહેતા, શ્રી જીગર શાહ, શ્રી અલ્પેશભાઈ, શ્રી અમન મહેતા, રિતેશ શેઠ, શ્રી મયુર શેઠ, શ્રી જીગર શેઠ, શ્રી હિતેન્દ્ર મકવાણા, શ્રી જયેશભાઈ કોઠારી વિગેરે લોકો હાજર રહી ખીલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.ખુબજ ઉત્સાહ પૂર્વક આજની મેચો ક્રિકેટ રશિયાની ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થઈ હતી. દરરોજ ક્રિકેટ મેચ નું લાઈવ યુ ટ્યુબ પર ATV Cricket Live દ્વારા પ્રસારણ આપવામાં આવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!