હાલોલ:ઈંટવાડી પ્રાથમિક શાળાની વિધાર્થીની સ્પે. બાળકોના ખેલમહાકુંભ સ્પર્ધામા રાજ્યકક્ષાએ પ્રથમ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૬.૨૦૨૪
હાલોલ તાલુકાના ઈંટવાડી પ્રાથમિક શાળા બાળકોની અભ્યાસ સાથે રમત ગમત ક્ષેત્રે પણ એક પછી એક સફળતા હાંસલ કરરી રહ્યા છે.વર્ષ 2023- 24 ના સમય દરમિયાન ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓમાં ઇંટવાડી શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમા ભાગ લીધેલ હતો.જેમાં તાલુકા કક્ષાએ ૨૦૦ મીટર ની દોડમાં ચાવડા પ્રિયંકાબેન તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે.જયારે દિવ્યાંગ મંદબુદ્ધિ બાળકોના ખેલ મહાકુંભમાં રાઠવા અનિતાબેન જિલ્લામાં દોડમાં અને ગોળા ફેકમાં સ્પર્ધામા પ્રથમ નંબર મેળવીને રાજ્ય કક્ષાએ ભાગ લઈ પહોંચી હતી.રાજય કક્ષાનો ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તારીખ 16/ 6 /2024 ના રોજ યોજાયો હતો.જેમાં રાજ્યકક્ષાએ દોડમાં પ્રથમ ક્રમ્ મેળવી ઇટાવાડી પ્રાથમિક શાળા સાથે હાલોલ તાલુકા તેમજ જિલ્લાનું પણ ગૌરવ વધારેલ છે.આ સિધ્ધિ મેળવવામા સમગ્ર શાળા પરિવાર આચાર્ય, શિક્ષક તેમજ સ્પેશિયલ શિક્ષક ચેતન પ્રજાપતિ દ્વારા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન ખુબજ ઉપયોગી રહ્યું હતું.રાજ્યકક્ષાએ પ્રથમ આવનાર વિધાર્થીની અનિતાબેનને સમગ્ર શાળા પરિવાર તેમજ શાળાની એસ. એમ.સી.એ અભિનંદન પાઠવ્યા હતા.