હાલોલના કૂંપડીયા નજીક ઊભેલા ટ્રેક્ટરમાં સ્કૂટર ચાલક ઘૂસી જતા કરુણ મોત નિપજ્યુ,પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૧.૨૦૨૬
હાલોલ તાલુકાના કુંપાડિયા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ રોડ પર ગત મોડી સાંજે કોઈ પણ જાત ના આડસ કે રીફલેકટર લગાવ્યા વગર બંધ હાલતમાં ઉભા રહેલ ટ્રેક્ટર પાછળ સ્કૂટર ચાલાક ધડાકા ભેર અથડાતા સ્કૂટર ચાલાક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે હાલોલ ગ્રામ્ય પોલીસે ટ્રેક્ટર ચાલાક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સર્જાયેલ અકસ્માત ની વિગત એવી છે કે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નવાગામ મોટા ફળિયામાં રહેતા દીપકભાઈ નરેન્દ્રભાઈ ચાવડા ઉ.વ.28 ના ઓ 28 જાન્યુઆરી ને બુધવાર ના રોજ સાંજના સાડા સાત વાગ્યાના સમય ગાળા દરમ્યાન હાલોલ તાલુકાના કુંપાડિયા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ રોડ પર થી પસાર થતા હતા.તે દરમ્યાન નર્મદા કેનાલ રોડ પર વચ્ચોવચ ટોલા સાથે એક ટ્રેક્ટર બંધ હાલતમાં ઉભું હતું. રસ્તા વચ્ચે બંધ હાલત માં ઉભેલા ટ્રેક્ટર ચાલકે તેની આગળ કોઈ પણ જાત ના આડસ કે રીફલેકટર લાગેવેલ ન હતું.જેને કારણે અંધકાર ને લઇ સ્કૂટર ચાલાક દીપકભાઈ ને તે ટ્રેક્ટર ન દેખાતા તેના ટોલા ના ભાગે ધડાકાભેર અથડાતા તેને ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.બનાવ ની જાણ હાલોલ ગ્રામ્ય પોલીસ ને કરતા ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ કરી ટ્રેક્ટર ચાલાક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









