કાલોલ નાં કાનોડ ગામ પાસે બાઈક પાછળ બેઠેલી એક મહિલાને ભેંસે સિંગડું મારતા સારવાર દરમિયાન મોત.
તારીખ ૨૪/૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાનાં કાનોડ ગામ પાસે ભાદરોલી મહાકાળી મંદિર આગળ જવાનાં માર્ગ પર બાઈક પાછળ બેઠેલી એક મહિલાને ભેંસે સિંગડું મારતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું,પ્રાપ્ત માહિતી મુજબ સંગીતાબેન શૈલેષભાઈ મકવાણા પોતાના પતિ શૈલેષભાઈ મકવાણા ની મોટરસાયકલ લઈને વડોદરા જિલ્લાના વાસણા કોતરીયા ગામેથી પથરીની દવા લેવા માટે પોતાના પતિ સાથે કાલોલ તાલુકાના કાનોડ ગામે ગયેલા અને પથરીની દવા લઈ તેમના પિયર ખડકી ગામે જવા નીકળેલા તે દરમિયાન રસ્તામાં આવતા ભાદરોલી મહાકાળી મંદિર આગળ રોડ ઉપર ભેંસના ટોળા આગળ આવતા બાઈક પાછળ બેઠેલા સંગીતાબેન ને ભેંસના ટોળામાંથી એક ભેંસે સિંગડું મારતા નીચે પડી જતા સંગીતાબેનને શરીરે ગંભીર પહોંચતા તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે અંગે ની જાહેરાત વેજલપુર પોલીસ મથકે કરતા પોલીસે એડી ની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.