હાલોલ ખાતે એક્સ્પોર્ટ ડેવલપમેન્ટ માટે વર્કશોપ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૫.૨૦૨૫
પંચમહાલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગોધરા તથા હાલોલ-૨ મસવાડ જી.આઇ.ડી.સી. એસોસીએશનનાં સંયુકત ઉપક્રમે હાલોલ જી.આઇ.ડી.સી.માં આવેલ કીરબી કંપની ખાતે સવારે એક્સ્પોર્ટ ડેવલપમેંટ માટે સેમિનાર કમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં મુખ્ય વકતા તરીકે એક્સપોર્ટ ફેકલ્ટી અને કોર્પોરેટ ટ્રેડિંગમાં ૨૫ વર્ષથી વધુના અનુભવી એવા મનીષા ઠાકરએ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ખરીદદાર શોધવાથી લઇ, પ્રિ શિપીંગ, પોસ્ટ શિપીંગ, લોજીસ્ટીક, ઇન્ટરનેશનલ પેમેન્ટ અને એક્ષપોર્ટ માટેની તકો પર ખુબ જ ઉંડાણ પૂર્વક માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર આર.એસ.પટેલ, ઉદ્યોગ અધિકારી લલીત જાજુ, સીનીયર ઉદ્યોગ નિરીક્ષક યોગેન્દ્ર ચાવડા, હાલોલ-૨ મસવાડ જી.આઇ.ડી.સી. એસોસીએશનના પ્રમુખ વિજય પટેલ, સેક્રેટરી પ્રતિક વરીયા અને બહોળા પ્રમાણમાં એમ.એસ.એમ.ઇ.ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.








