હાલોલ શહેર ભાજપ દ્વારા કલરવ સ્કૂલમાં “વીર બાલ દિન” ની ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધા નું આયોજન કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૧૨.૨૦૨૪
તારીખ 26/12/2024 ને ગુરૂવારના રોજ “વીર બાલ દિન”ની ઉજવણી નિમિત્તે હાલોલ શહેર ભાજપ દ્વારા કલરવ સ્કૂલમાં વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12 ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ.આ વીર બાલ દિન ની ઉજવણીનો મુખ્ય આશય શીખ સમાજનું આપણી ભારતીય સંસ્કૃતિને જાળવવા અને ટકાવવા માટેનો તેમનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો હતો.આપણા ધર્મની રક્ષા માટે તેમને ઘણા બલિદાનો આપ્યા છે. તે પ્રત્યે વિદ્યાર્થીઓ જાગ્રત થાય તેમ જ તેમના બલિદાનો ને સમજે તે માટે આ ઉજવણી શાળા કક્ષાએ કરવામાં આવી હતી.આ પ્રસંગે આજ ના મુખ્ય વક્તા અને પૂર્વ કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટી હાલોલ ના પૂર્વ પ્રમુખ ડો.સંજયભાઈ પટેલ, નવા ચૂંટાયેલા પ્રમુખ હરીશભાઈ ભરવાડ, અન્ય સભ્યો તેમજ મહિલા મોરચાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોશીપુરાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું જેમાં શીખોના દસમા ગુરુ અને ખાલસા પંથના સ્થાપક એવા ગુરુ ગોવિંદસિંહ ના ચાર સાહેબ જાદે આપેલી શહીદીની વાત કરી.ત્યારબાદ ઉપસ્થિત મહેમાન નીતિનભાઈ એ પણ વક્તવ્ય આપ્યું હતું જેમાં બધા જ ધર્મને સમાન મહત્વ આપીએ પણ પોતાના ધર્મ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ તેમજ આપણા ધર્મ પ્રત્યે નૈતિક ફરજ પણ હોવી જોઈએ તે વિશે વાત કરી હતી.ત્યારબાદ ડો. સંજયભાઈ અને પ્રમુખ હરીશભાઈ એ આજની યુવાપીઢી ને પોતાના ધર્મ અને કર્તવ્ય પ્રત્યે સજાગ રહો આ બાબતમાં ખૂબ જ મનનીય વક્તવ્ય આપ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લીધેલ બધા જ વિદ્યાર્થીઓએ પોતાની વાક્ છટાનો ઉપયોગ કરીને સારી રીતે વક્તૃત્વ કર્યું. આમ સારી રીતે વક્તૃત્વ કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.અંતે દરેક વિદ્યાર્થીઓને વીર બાલ દિન ની ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી.












