હાલોલ:પાવાગઢ બાયપાસ ઉપર કાર ટ્રકમાં અથડાતાં સર્જાયો અક્સ્માત,મહિલા થઇ ઇજાગ્રસ્ત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૭.૨૦૨૪
હાલોલ પાવાગઢ બાયપાસ નજીક વિરાસત વન પાસે ગત મોડી સાંજે એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર વડોદરાના ભાઈલી ગામના પરિવારની એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.જેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ભાઈલી ગામે રહેતા રણજીતસિંહ ચૌહાણ તેઓની પત્ની વિદ્યાબેન અને દીકરી સાથે પ્રસંગ માં આવ્યા હતા.જેઓ મોડી સાંજે ભાયલી પરત ફરી રહ્યા હતા ત્યારે હાલોલ બોડેલી નેશનલ હાઇવે ના પાવાગઢ બાયપાસ રોડ ઉપર આવેલા વિરાસતવન નજીક તેઓની કાર એક ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિદ્યાબેન ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમની દીકરીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ ની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં વિદ્યાબેનને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.







