યાત્રાધામ પાવાગઢ ડુંગર પર જવાના માર્ગો વરસાદમાં ધોવાઈ જતા તંત્ર દ્વારા ગાબડાઓને પૂરવાની કામગીરી હાથ ધરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૯.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર જવાના માર્ગમાં વધુ વરસાદ ને પગલે માર્ગ ધોવાણ થયેલ જેમાં મોટા ખાડાઓ પડી ગયા હતા.છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ડુંગર પર જવાના માર્ગના ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ થતાં રાજ્યના તમામ માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે.જે અંતર્ગત પાવાગઢ ડુંગર પર જવાનો માર્ગ પણ ક્ષતિગ્રસ્ત થયો છે.માર્ગમાં મસ મોટા ગાબડાઓ પડી જતા ડુંગર પર વાહનો લઈને જતા યાત્રાળુઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.જોકે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા ડુંગર પર જતા યાત્રાળુઓની યાત્રા આરામદાયક રહે તેમજ તેઓની સુરક્ષા ને ધ્યાનમાં લઇ યુદ્ધના ધોરણે ડુંગર પર જવાના માર્ગ પરના ગાબડાઓ તંત્ર દ્વારા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.









