હાલોલ પાવાગઢ રોડ પર ડમ્પર ચાલકે રાહદારીને અડફેટે લેતા સર્જાયો અકસ્માત,અકસ્માતમાં રાહદારીને પગ ગુમાવવો પડ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૧૨.૨૦૨૪
હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલા અરાદ રોડ પર મજૂરી કામે જવા માટે ઉભેલા મજુર કામદારને ડમ્પર ચાલકે અફેટમાં લેતા સર્જાયેલ અકસ્માત માં મજદૂર કામદાર ના પગ ઉપર ડમ્ફરનું મહાકાય ટાયર ફરી વળતા તેને પગ ગુમાવવાની નોબત આવી હતી. હાલોલ નગર ખાતે રોજ મજૂરી કરી પેટિયું રળનાર મજુર મજૂરી કામ મેળવવા માટે નગર ના પાવાગઢ – અરાદ ઉપર મહારાણા પ્રતાપ ચોક પાસે આવી ઉભા રહે છે. જેને જે મજુર ની જરૂરિયાત હોય તે મજુર ને કામ માટે લઇ જાય છે. જેથી મજૂરી કરી પેટિયું રડતા લોકો મજૂરી કામ મેળવવા માટે આ જગ્યાએ વહેલી સવારે આવી જાય છે.જેમાં હાલોલ ના જાંબુડી વિસ્તારમાં રહેતા જયંતીભાઈ કોયાભાઈ નાયક આજે સવારે કડિયા મજુરી મેળવવા માટે હાલોલમાં આવ્યા હતા અને અરાદ રોડ ઉપર આવેલા પ્રતાપ ચોક પાસે ઉભા હતા તે દરમ્યાન નગરમાં બે ફામ ફરતા ડમ્ફર પૈકી એક ડમ્ફર ચાલકે જ્યંતિભાઈ નાયક ને અડફેટમાં લીધા હતા.જેને લઇ સર્જાયેલ અકસ્માત માં જ્યંતિભાઈ ના પગ ઉપર ડમ્પર નું ટાયર ચઢી ગયું હતું. અકસ્માત થતા ડમ્પર ચાલાક ડમ્ફર ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો.અકસ્માત ને પગલે લોકટોળા ઉમટ્યા હતા.જે પૈકી એકે 108 ને જાણ કરી ઈજાગ્રસ્તને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની પ્રાથમિક સારવાર કરી પગમાં ભારે ઇજા હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.









