PANCHMAHALSHEHERA
મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે સંતરોડ ખાતે નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
પંચમહાલ મોરવા હડફ
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ ખાતે ખેડા ફળીયા પ્રાથમિક શાળાના નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ આ પ્રસંગે આવેલ તમામ મહેમાનોનું શાળા પરીવાર દ્રારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરવામા આવી હતી.૧૨૫- મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ના હસ્તે નવીન સ્કૂલના ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ શુભ પ્રસંગે ૧૨૫ મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર,તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ગોવિંદભાઈ પટેલ, ગુ.રા.પ્રા.શિ.સંઘ. સીનીયર મંત્રી પ્રભાતસિંહ ખાંટ,પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ઉદયભાઈ, તેમજ કાર્યકર્તાઓ ગામના વડિલો. શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાનો સ્ટાફ ઊપસ્થિત રહ્યા હતા.