હાલોલ- ચંદ્રપુરા ગામમાં લાગેલા ડિજિટલ વીજ મીટરોને બદલી સ્માર્ટ વીજ મીટર લગાવવાની એમજીવીસીએલ ની કામગીરી સામે રોષ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૧.૨૦૨૫
હાલોલ તાલુકાના ચંદ્રપુરા ગામમાં લાગેલા ડિજિટલ વીજ મીટરો ને બદલી સ્માર્ટ વીજ મીટર લગાવવાની હાલોલ ગ્રામ્ય એમજીવીસીએલ ની કચેરી દ્વારા શરૂઆત કરવામાં આવતા લોકોએ આ વીજ મીટરો લગાવવાની કામગીરી ને અટકાવી હતી,ગામલોકોએ નવા સ્માર્ટ મીટર ની સાથે જુના ડિજિટલ મીટર ને પણ રહેવા દેવામાં આવે જેથી બંને ના વપરાશ યુનિટ માં કોઈ ફેરફાર આવે છે કે કેમ તે જોઈ શકાય, અને ત્યાર પછી આખા ગામ ના વીજ મીટર બદલવા અંગે કામગીરી કરવામાં આવે તેવું સ્પષ્ટ જણાવી દેતા એક ગ્રાહક ના ઘરે લગાવી દેવામાં આવેલા બે સ્માર્ટ મીટર કાઢી પુનઃ જુના મીટર લગાવવમાં આવ્યા હતા.ગુજરાત માં વીજ કંપની દ્વારા લગાવવમાં આવેલા સ્માર્ટ મીટર ના અનેક વિરોધ પછી પણ શહેરી વિસ્તારો માં તે લગાવવાની કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં આવી હતી, હાલોલ શહેર એમજીવીસીએલ કચેરી દ્વારા હાલોલ નગર ના કણજરી રોડ ઉપર 4 હજાર જેટલા સ્માર્ટ વીજ મીટર લગાવી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તાર માં ક્યાંય આ વીજ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી નથી.આજે મધ્ય ગુજરાત વીજ કંપની ગ્રામ્ય દ્વારા હાલોલ તાલુકાના ચંદ્રપુરા ગામ માં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરતાં ગામ લોકો એકત્ર થયા હતા અને એક ગ્રાહકને ત્યાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જુના લગાવેલા ડિજિટલ વીજ મીટર કાઢી નાખી તેની જગ્યાએ સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાતા ગ્રાહક અને ગામલોકો એ આ કામગીરી ને અયોગ્ય ગણાવી તેનો વિરોધ કર્યો હતો.ગામ લોકોએ જણાવ્યું કે અમે સ્માર્ટ મીટરને આવકારીએ છીએ પરંતુ જે તે ગ્રાહકને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આ રીતે વીજ મીટર બદલી નાખવા એ ગેર વ્યાજબી વાત છે.ગામ લોકોએ વધુમાં વીજ કંપનીના કર્મચારીઓને જણાવ્યું કે નવા લગાવવામાં આવેલા સ્માર્ટ મિટરો સાથે જુના ડિજિટલ મીટર પણ રહેવા દેવામાં આવે જેથી કરીને બંનેના રીડિંગમાં કોઈ તફાવત આવે છે કે કેમ તે જોયા પછી જ ગામલોકો આ નવા સ્માર્ટ વીજ મીટરો લગાવવા દેવા તૈયાર છે.આ માથાકૂટ બાદ વીજ કર્મચારીઓ દ્વારા લગાવવામાં આવેલા પાંચ નવા સ્માર્ટ વીજ મીટર પુનઃ કાઢી લેવાયા હતા અને તેને જુના ડિજિટલ સાથે મંદિર માં, મહાદેવ મંદિર, અને રૂમ માં, સ્કૂલ માં અને રામજી મંદિર ની રૂમ માં પ્રાયોગિક ધોરણે લગાવી દેવાની કામગીરી કરાઈ હતી.









