
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાના બોલુન્દરા ગામના વતની શૈલેષભાઈ આર પટેલ ને રાષ્ટ્રપતિ ચંદ્રક થી સન્માનિત કરાયા
કરાઈ પોલીસ એકેડેમી ખાતે મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિ ચંદ્રકથી ૧૧૮ પોલીસ કર્મીઓ ને સન્માનિત કર્યા
રાષ્ટ્રપતિના ચંદ્રક મેળવનારા ગુજરાત પોલીસના 118 પોલીસ કર્મીઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સન્માન કર્યું હતુ. કરાઈ પોલીસ અકાદમી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોલીસમાં ટેક્નોસેવી યુવાનોની ભરતીથી પોલીસના સંખ્યાબળની સાથે શક્તિ બળ પણ વધ્યાનું કહેતા છેલ્લે થયેલી ભરતીમાં ૨૬ હજારમાંથી ૧૨ હજાર યુવા પોલીસ IT, ઈજનેરી જેવા ટેકનોલોજી ગ્રેજ્યુએટ હોવાનું જણાવ્યુ હતું .ગૃહમંત્રી હર્ષ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિતની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ચંદ્રકથી સિનિયર IPSથી લઈને ૧૮ વર્ષની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સબ ઈન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારી- કર્મચારીને ફરજો અને સમાજ પ્રત્યેની સુરક્ષા સેવા ભાવનાની કદરરૂપે મળતુ મેડલ સન્માન એ સમગ્ર પોલીસ બેડા માટે ગૌરવરુપ ઘટના ગણાવી હતી.




