યાત્રાધામ પાવાગઢ ખાતે આઠમાં નોરતે ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા,મંદિર પરિષદ ખાતે આઠમનો હવન યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૪.૨૦૨૫
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે દર વર્ષની જેમ પરંપરા અને શ્રધ્ધા સાથે ચૈત્રી નવરાત્રીના આઠમાં નોરતે આઠમનો હવન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર માં કરવામાં આવ્યો હતો.જ્યારે નવરાત્રી ની આઠમના રોજ દોઢ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.ભક્તો એ માતાજી ના દર્શનની સાથે સાથે આઠમના હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.નવરાત્રી નો હવન માં હવન કુંડમાં આહુતિ આપવા બેઠેલ યજમાનો તેમજ તેમનો પરિવાર તેમજ ટ્રસ્ટી ગણ તેમજ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે શ્રદ્ધાળુ યજ્ઞ મંડપની બહારથી હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જયારે યજ્ઞનો આરંભ સવારે ૯.૦૦ કલાકે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. બપોર ના ૫.૦૦ કલાકે હવન કુંડમાં શ્રીફળ હોમી શાસ્ત્રોક્ત વિધિવત રીતે યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં આઠમના નોરતાને લઇ માતાજીના ભકતો એ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શન નો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.વર્ષ દરમિયાન શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી તેમજ આસો નવરાત્રી માં નિજ મંદિર પરિસર ખાતે આઠમનો હવન યોજાતો હોય છે.જે હવનમાં પૂજા અર્ચના તેમજ આહુતિ આપવા માટે માતાજીના આમ ભક્તો ને પણ યજમાન તરીકે બેસવાનો લાભ મળે તેવી અપેક્ષા માઈ ભક્તો મંદિર ટ્રસ્ટના જે ટ્રસ્ટી મંડળ હાલમાં છે. તે ટ્રસ્ટી મંડળ ભક્તોની ધાર્મિક આસ્થા પ્રત્યે સતત સજાગ રહે છે. એક પછી એક અવનવા માતાજીની આરાધના માં ભક્તોને સહભાગી કરી રહ્યા છે. તો ભક્તો આવા સતત કાર્યશીલ રહેતા ટ્રસ્ટી મંડળ પાસે હવનમાં યજમાની કરવાની અપેક્ષા રાખી રહ્યા છે.જ્યારે હાલમાં કાર્યરત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ની આવકારદાયક પહેલ દ્વારા જે રીતે આમ માઇ ભક્તો નીજ મંદિરના શિખર પર ધ્વજારોહણ નો લાહવો મળે છે. તેમજ પાદુકા પૂજન શ્રી યંત્ર પૂજન તેમજ અન્નકૂટ ધરવાનો લાહવો મળે તે પ્રકારનું સરસ આયોજન કર્યું છે.જ્યારે ગત વર્ષે રજત તુલા પણ ભક્તો માટે શરૂ કરવામાં આવી છે.જયારે ચાલુ વર્ષે અન્ન ક્ષેત્ર તેમજ ડોરમેટરી ની પણ સુવિધા માઈ ભક્તો માટે કરવામાં આવી છે તેવી જ રીતે આવનાર નવરાત્રી માં આમ માઇ ભક્તો ને પણ હવનની યજમાની કરવાનો લ્હાવો આપશે તેઓ આશાવાદ માઈ ભક્તોમાં જણાઈ રહ્યો છે.જ્યારે એસ.ટી નિગમ દ્વારા ૬૦ એસ.ટી બસ તળેટી થી માંચી માટે યાત્રિકોને લાવા લઈ જવામાં ચલાવવામાં આવી હતી.જેમાં શુક્રવાર ની રાત્રિના ૧૨.૦૦ વાગ્યાથી શનિવાર સાંજના ૫.૦૦ સુધીમાં એસટી બસની ૮૩૪ ટ્રીપ થઈ હતી. જેના દ્વારા ૩૦૩૦૩ ઉપરાંત યાત્રાળુઓ એ મુસાફરી કરી હતી. જેમાં એસ.ટી નિગમને રૂપિયા ૬૭૫૩૬૫ આવક થઈ હોવાનું જાણવા મળે છે.









