કાંકરેજ તાલુકાના ખસા મા ભાજપા દ્વારા “વન નેશન વન ઈલેકશન” અંતર્ગત લોક જાગૃતિ સંમેલન યોજાયું..
કાંકરેજ તાલુકાના ખસા મા ભાજપા દ્વારા "વન નેશન વન ઈલેકશન" અંતર્ગત લોક જાગૃતિ સંમેલન યોજાયું..
કાંકરેજ તાલુકાના ખસા મા ભાજપા દ્વારા “વન નેશન વન ઈલેકશન” અંતર્ગત લોક જાગૃતિ સંમેલન યોજાયું..
કાંકરેજ તાલુકાના ખસા ખાતે આવેલ ધરતી જીનિંગમાંભાજપા દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટે “એક રાષ્ટ્ર,એક ચૂંટણી”ની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસોના ભાગ રૂપે ૧૫- કાંકરજ વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિકોમાં લોકજાગૃતિ અર્થે બ.કાં.જિલ્લા ભાજપપ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પુર્વપ્રદેશ મહામંત્રી કિસાન મોરચો ફલજીભાઈ ચૌધરી, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર (ચૌધરી),બ.કાં. જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ,બ.કાં.જિલ્લા પંચાયત પુર્વપ્રમુખ હરગોવનભાઈ શિરવાડીયા,પુર્વપ્રમુખ સુખદેવસિંહ સોઢા,ભારતસિંહ ભટેસરીયા,થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા ન.પા.પુર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બ.કાં.જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ એમ. ચૌધરી,ખીમાણા હાઈસ્કૂલ ના આચાર્ય પ્રધાનજી ઠાકોર, ઠાકોર સેના પ્રમુખ ડી.ડી.જાલેરા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ,મહામંત્રી અમરસિંહ સોલંકી,મહામંત્રી રમેશભાઈ જોષી,પૂર્વપ્રમુખ અખાભાઈ પટેલ,પુર્વપ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કરણસિંહ વાઘેલા,વહેપારી અગ્રણી કિરીટભાઈ અખાણી, બકુભા વાઘેલા (શુભમ હોટલ થરા),વડા સરપંચ મોબતસિંહ વાઘેલા, ઉમેશભાઈ પ્રજાપતિ, ભુપેન્દ્રસિંહ ડી.પરમારની ઉપસ્થિતિમા તા.૦૯/૦૭/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે સંમેલન નું યોજાયું હતું.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા વિશ્વ સર્વ કુટુંબમ આખું વિશ્વ એ એક કુટુંબ છે અને ભારત રાષ્ટ્ર એક પરિવાર છે એવા ઉમદા હેતુ થી ૭૦ વર્ષના વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે અને રૂપિયા દસ લાખ સુધીનો ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવે છે.જેની કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી.એક ભારત શ્રેષ્ઠ ભારત ને વિશ્વગુરૂ બનવા જઈ રહ્યું છે. આપડે સૌ ભેગા મળીને “એક રાષ્ટ્ર એક ચૂંટણી” માં સહભાગી બનીએ તેમજ ગુરૂપૂર્ણિમાના દિવસે દરેક વ્યક્તિએ પોતાના ગુરૂનું ગુરૂ પૂજન કરી વંદન કરવા માટે અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા અને ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ સહીત તેમની ટીમે સુંદર આયોજન કર્યું હતું.વિશાળ સંખ્યામા ભાજપાના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહી બપોરે ભોજન લઈ સૌ છુટ્ટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530