
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આહવા:તા.૦૨: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ વિના-મૂલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજય સરકારશ્રી કટીબધ્ધ છે.
આ લાભ મેળવવા માટે અને લાભાર્થીઓને સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ઘારા-ઘોરણ પ્રમાણે લાભ મળે તે માટે e-KYC શરુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ડાંગ જિલ્લામાં ૮૭ ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનું e-KYC પૂર્ણ કરેલ છે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ (N.F.S.A) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અપીલ છે કે, જો આપનું e-KYC બાકી હોય તો ત્વરીત e-KYC કરાવી લેવું અને આપની નજીક વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી આપના લાભનું અનાજ મેળવી લેવું.
આ e-KYC નો ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે જેથી કોઇએ ખોટા સમાચારથી ગેરમાર્ગે ન દોરાવવા ડાંગ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.





