હાલોલ- મહેસાણા જીલ્લાથી પાવાગઢ આવેલા દર્શનાર્થી મહિલાનૂ એસટી બસે અડફેટે લેતા નિપજ્યુ મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૬.૨૦૨૪
યાત્રાધામ પાવાગઢ માતાજીના દર્શનાર્થે મહેસાણાના મહાદેવપુરા ગામેથી આવેલ માઇ ભક્તને પાવાગઢ બસ્ટેન્ડની અંદર એસટી બસે અડફેટમાં લેતા મહિલાનું મોત નિપજ્યુ હતું.પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા જિલ્લાના મહાદેવપૂરા ગામેથી રાવળ પરિવાર યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે ગત મોડી રાત્રે નીકળ્યા હતા.આજે વહેલી સવારે પાવાગઢ બસ્ટેન્ડ ખાતે પહોંચી ગયા હતા.જ્યારે રાવળ પરિવાર પોતાના ઘરેથી ટ્રાવેલ્સ માં આવ્યા હતા તે વાહન પાવાગઢ ખાતે આવેલ પાર્કિંગ માં પાર્ક કર્યું હતું અને માંચી જવા માટે એસી સ્ટેન્ડ ખાતે આવી બસ માં બેસી માંચી જવાના હતા તે દરમિયાન તેઓ પાવાગઢ એસટી સ્ટેન્ડ કમ્પાઉન્ડ માં હતા ત્યારે એક એસટી બસ ન ચાલકે એસટી બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એસટી બસ ને એકદમ ટન મારી દેતા રમીલાબેન સંજયભાઈ રાવળ ઉ.વ.૩૨ નાંઓને અડફેટમાં લેતા બસ્ટેન્ડ પરિસર આરસીસી હોવાથી રમીલાબેન આરસીસી માં પટકાટા તેઓને શરીર ના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.બનાવને પગલે એસટી બસ નો ચાલક અકસ્માત સર્જી એસટી બસ મૂકી ભાગી છૂટયો હતો.યાત્રિકો પૈકી કોઈ એક એ ૧૦૮ એમબ્યુંલન્સ ને જાણ કરતા ઈજાગસ્ત્ર મહિલાને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે રમીલાબેન ને મૂર્ત જાહેર કર્યા હતા.બનાવ અંગે ની જાણ પાવાગઢ પોલીસ ને થતા તેઓ ઘટના સ્થળે તેમજ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ બાદ એસટી બસ ના ચાલક સામે અક્સ્માત નો ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મહેસાણા ના મહાદેવ પૂરા ગામના રાવળ પરિવાર યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધા અને આસ્થા સાથે માતાજીના દર્શન કરવા આવ્યા હતા પરંતુ અક્સ્માત માં પરિવારની મહિલાનું મોત નીપજતા પરિવાર શોકમાં ફેરવાઈ ગયો હતો.