PANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના પટીયા ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતીની ઉજવણી*

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા તાલુકાના પટીયા ગામે આવેલ નવજીવન જન સેવા ટ્રસ્ટ પટીયા દ્વારા વણકર સમાજ ભવન ખાતે ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના જીવન અને કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા અને તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ તેમના પ્રખ્યાત સૂત્ર – “જીવનમાં મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવાનો કોઇ રસ્તો છે તો એ શિક્ષા છે. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો.” – ને યાદ કરી તેમના વિચારોને આત્મસાત કરવા પર ભાર મૂક્યો હતો.આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પાજલિ અર્પણ કરી હતી. તેમણે સમાજને એકજૂથ થઈને વિકાસના કાર્યોમાં સહભાગી બનવા માટે પ્રેરિત કર્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને ભાવભીની અંજલિ આપી હતી.

Back to top button
error: Content is protected !!