HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં ચિન્મય અમૃત વાહિની યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૩.૧.૨૦૨૬

સ્વામી ચિન્મયાનંદજી દ્વારા સ્થાપિત અને પવઈ મુંબઈમાં મુખ્ય મથક ધરાવતું આંતરરાષ્ટ્રીય ચિન્મય મિશન ની સ્થાપનાની 75 મી વર્ષગાંઠ નિમિત્તે ચિન્મય મિશન દ્વારા તારીખ 31 મી ડિસેમ્બર 2025 થી આ અમૃત યાત્રા શરૂ થયેલ છે આ ચિન્મય અમૃત યાત્રાની શરૂઆત રાઈઝીંગ ભારતની થીમ સાથે દસ લાખ યુવાનોને જાગ્રત કરવા માટે કરવામાં આવેલ. આ ચિન્મય વાહિની પુણે મુકામે થી પ્રસ્થાન કરી અને 35000 કિલોમીટરની 295 દિવસની યાત્રા ચાલનાર છે. આ યાત્રા આજ રોજ હાલોલ ના રાજમાર્ગ પરથી પસાર થતા આ ચિન્મય અમૃત યાત્રાનું હાલોલના આંગણે પરમ પૂજ્ય કંજરી મહંત શ્રીરામશરણદાસજી મહારાજ,ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરીશભાઈ ભરવાડ, નગરપાલિકા ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ, કલરવ શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોષીપુરા, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અને રોટરી ક્લબ ઓફ હાલોલ ના પ્રમુખ હાર્દિકભાઈ જોષીપુરા, નગરપાલિકાના સભ્યો, કલરવ શાળાના શિક્ષક ગણ તથા વિધાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં સ્વામી ચિન્મયાનંદજીની પાદુકા, તેમની મૂર્તિ ની પૂજા અર્ચના કરવામાં આવી તેમજ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું પ્રદર્શન મોબાઇલ વાન માં નિહાળવામાં આવ્યું હતુ. હાલોલ નગરજનો ને આ ભવ્ય યાત્રાને નિહાળવા અને સ્વાગત કરવાનો લાભ મળેલ હતો.

Back to top button
error: Content is protected !!