સી.આર.સી.ધામણોદ અને વાઘજીપુરનું સંયુક્ત ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તેમજ આનંદ મેળો ૨૦૨૪-૨૫ નાડા મુખ્ય પ્રાથમિક શાળા યોજાયો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
સી.આર.સી. ધામણોદ અને વાઘજીપુરનું સંયુક્ત ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સિનિ. લેક્ચરર ઉમેશભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયું. સી.આર.સી.ધામણોદમાં સમાવિષ્ટ કુલ 10 અને વાઘજીપુરમાં કુલ 7 શાળાઓમાંથી મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત 28 જેટલી વૈજ્ઞાનિક કૃતિ/મોડલનું પ્રદર્શન યોજાયું.દરેક શાળામાંથી બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. સી.આર.સી.કો.ધામણોદ જયપાલસિંહ બારીઆએ તમામ બાળકોને ભાગ લેવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા અને દરેક વિભાગમાં વિજેતા શાળા તેમજ બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ,મેડલ,પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ શૈક્ષણિક કિટમાં બોલપેન, પેન્સિલ,રબર,સંચો અને ફૂટપટ્ટી ભાગ લીધેલ તમામ બાળકોને આપવામાં આવી હતી.બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લીધેલ તમામ બાળકો માટે અરવિંદભાઈ પંચાલ આ.શિ.સદનપુર પ્રા.શાળા તરફથી ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે માધ્યમિક શાળાઓમાંથી હાર્દિકભાઈ, નીતાબેન અને પાયલબેન દ્વારા તટસ્થ કામગીરી કરવામાં આવી હતી.
આનંદ મેળામાં પાણીપુરી,ખીચુ, બાફેલી મકાઈ, અને ચણા ચાટના સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના સિનિ.લેક્ચરર ઉમેશભાઈ ચૌહાણ, બી.આર.સી.કો.શહેરા રાકેશભાઈ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મા.સંવર્ગ ગુજરાત રાજ્ય મહામંત્રી જીતેન્દ્ર ઠાકર દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સેલ્ફી પોઈન્ટ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો.






