HALOLPANCHMAHAL

હાલોલ:ગુજરાતના DGP વિકાસ સહાયે પરિવાર સાથે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કર્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૮.૨૦૨૪

ગુજરાતના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાય આજે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવ્યા હતા.બે દિવસ જાંબુઘોડા અભયારણ્ય માં રોકાણ બાદ તેઓ વડોદરા જવા નીકળ્યા હતા.વચ્ચે પાવાગઢ માં શક્તિપીઠ મહાકાળી માતાજી ના મંદિરે માથું ટેકવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ સાથે તેઓ માંચી અને ત્યાંથી મંદિર સુધી પહોંચ્યા હતા.જ્યાં પરિવાર સાથે તેમણે મહાકાળી માતાજીના મંદિરે પૂજા કરી હતી અને માતાજીને ધજા પણ ચડાવી હતી.મહાકાળી માતાજી ના દર્શન કરી તેઓ કાફલા સાથે વડોદરા જવા નીકળ્યા હતા.હાલોલ ના પાવાગઢ રોડ ,જ્યોતી સર્કલ અને ગોધરા તરફ DGP નો કાફલો અડચણ વગર પસાર થાય તે માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જિલ્લા રેન્જ આઈજી, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક,હાલોલ ડીવાયએસપી સહિત મોટી સંખ્યામા પોલીસ કાફલો ખડેપગે તૈનાત રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!