હાલોલમાં ઈસ્લામીક નોલેજ સ્પર્ધાનો ઈનામ વિતરણ અને સર્ટિફિકેટ આપી સમ્માન કાર્યક્મ બાદશાહ બાબાની દરગાહ ખાતે યોજયો,ઈસ્લામીક તાલીમ સ્પર્ધામાં ભાગ લેનારને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૨.૨૦૨૫
આજનાં મોબાઈલના યુગમાં જયાં બાળકો પોતાનો સમય વધુ પડતા મોબાઈલ જોવામાં વેળફે છે તેવા સંજોગોમાં તે બાળકોને ઈસ્લામીક બુનિયાદી તાલીમ મળે અને તે બાળકો ઇસ્લામ/દીન બાબતે સમજ કેળવે, તે સંદર્ભે તેની કસોટીનાં ભાગરૂપે હાલોલ મુસ્લીમ સોસાયટી ગૂપ દ્રારા ઈસ્લામીક તાલીમ સ્પર્ધા તા.23 ફેબ્રુઆરી ના રોજ યોજાઇ હતી જેમાં હાલોલની મુસ્લિમ મહિલાઓએ ભાગ લીધો હતો જ્યારે ઈસ્લામીક તાલીમ સ્પર્ધામાં હાલોલનાં વિવિધ વિસ્તારોમાંથી 168 મહિલાઓએ ઇસ્લામીક તાલીમ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ઈસ્લામીક તાલીમ સ્પર્ધા થયા બાદ આજે શુક્રવારે પાવાગઢ રોડ પર આવેલ બાદશાહ બાબાની દરગાહ ખાતે સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્થાનીક રહીશો અને શિક્ષણમાં રસ ધરાવતા આગેવાનોએ હાજરી આપી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો.જેમાં સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનારને 7100,બીજો ક્રમાંક મેળવનાર મહિલાને 5100 તેમજ ત્રીજા ક્રમાંક મેળવનાર મહિલાને 4100 ઇનામ અને સર્ટિફિકેટ અને 4 થી 50 માં વધુ માર્ક્સ લાવનારને 500 રૂ.ઇનામની સાથે સર્ટિફિકેટ આપી સમ્માનિત કર્યા હતા.જ્યારે અન્ય મહિલાઓએ ભાગ લીધેલ ને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા.જ્યારે હાલોલ મુસ્લિમ સોસાયટી ગ્રુપ દીની અને દુન્યાવી શિક્ષણ માટે ચિંતીત છે અને નાના મોટા જાગૃતિના કાર્યક્મો દ્વારા બાળકો અને વાલીઓ સાથે મહિલાઓ છેલ્લા 2 વર્ષથી જોડાયેલા છે અને આવનાર સમયમાં હાલોલમાં લઘુમતીની શાળા માટે પણ તેઓના પ્રયાસો ચાલુ છે.સતત ચૌથો ઇસ્લામિક સ્પર્ધા કાર્યક્મ ને સફળ બનાવવા મહેનત કરનાર મુસ્લિમ સોસાયટી ગ્રુપમાં જોડાયેલા તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.












