Rajkot: રાજકોટના ઈશ્વરીયા ગાર્ડન ખાતે રૂ. ૫૫ના લાખના ખર્ચે કેકટસ ગાર્ડન બનશે
તા.૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૬ જૂને ખાતમુહૂર્ત થશે
Rajkot: સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રૂ. ૫૫ લાખના ખર્ચે રાજકોટના ઈશ્વરીયા પાર્ક ખાતે “કેક્ટસ ગાર્ડન”નું નિર્માણ કરવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત ૬ જૂનના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.
મહત્વનું છે કે, રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી દ્વારા લોકમેળા બચત ગ્રાન્ટમાંથી ઈશ્વરીયા પાર્ક ખાતે કેકટસ ગાર્ડન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા ૫૫ લાખના ખર્ચે નિર્માણ પામનારા આ ગાર્ડનમાં એન્ટ્રી ગેટ, માહિતી કેન્દ્ર, વોક વે, ડ્રાય ગાર્ડન, ગઝેબો, કેકટસ સ્કલ્પચર એરિયા તેમજ પ્લાન્ટેશન સહિતની કામગીરી કરવામાં આવશે. સામાન્ય નાગરિકો કેક્ટસના વિવિધ રૂપોને, તેના ગુણોને જાણે તે માટે હેતુથી આ ગાર્ડનનું નિર્માણ કરાઈ રહ્યું છે. આ ગાર્ડન બનવાથી શહેરીજનોને હરવા-ફરવા માટે વધુ એક સ્થળ ઉપલબ્ધ થશે.