હાલોલ તાલુકાના ખરેટી ગામેથી જિલ્લા LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 8.88 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૭.૨૦૨૫
હાલોલ તાલુકાના ખરેટી ગામેથી જિલ્લા એલસીબી પોલીસે રૂપિયા 8,38,296 નો દારૂ તથા મોટર સાયકલ રૂપિયા 50 હજાર સહિત કુલ રૂપિયા 8,88,296 નો મુદ્દામાલ કબજે કરી છોટા ઉદેપુર ના બુટલેગર સામે પ્રોહીબીશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ને ખાનગી બાતમી ધ્વારા માહિતી મળી હતી કે હાલોલ તાલુકાના ખરેટી ગામની સીમમાં આવેલ સ્મશાન પાસે મોટર સાયકલો ઉપર વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી સ્મશાન પાસે જંગલમાં ઉતારી સગેવગે કરવાની પેરવીમાં છે જે ત્યાં બાતમી ના આધારે એલસીબી ગોધરા ની ટીમે તે જગ્યાએ છાપો મારતા પોલીસ રેડ દરમ્યાન ભાગદોડ મચી જવા પામી હતી.જોકે પોલીસ સ્થળ પર પોહચી ત્યારે બુટલેગર ભાગી છૂટ્યો હતો પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અલગ અલગ બાર્ન્ડની બોટલો 3096 નંગ જેની કિંમત 8,38,296 તેમજ એક મોટર સાયકલ રૂપિયા 50,000/- સહીત કુલ રૂપિયા 8,88,296- નો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી ઉકેશ ઉર્ફે રાજુ પીછિયાભાઈ ધાનક રહે. સિંહાદા તા. કવાંટ જી.છોટા ઉદેપુર નાઓ સામે પાવાગઢ પોલીસ મથકે પ્રોહિબિશન નો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.








