હાલોલ: શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરાઇ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૧.૨૦૨૫
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે દિવ્ય શાકોત્સવ નું ભવ્ય આયોજન તા.૧૨ જાન્યુઆરી ના રોજ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ઊજવણીમાં શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિરના સાધુ કેશવસ્વરૂપ દાસ, સાધુ સંતપ્રસાદ દાસ સહિત પંચમહાલનાં સૌ સંતોએ ઉપસ્થિત રહ્યા હતા.શાકોત્સવની ઉજવણી નું ભગવાન સ્વામી નારાયને લોયાધામ માં દિવ્ય શાકોત્સવનાં ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે ૧૮ મન થી ૮૦ મન રીંગણનો વઘાર કરી ને શાક બનાવીને કરી હતી ભક્તોને હેત પુર્વક શાક પીરસીને જમાડ્યા હતા જેની સમુતી સ્વરૂપે શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે દિવ્ય શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિર ખાતે મહાઆરતી, ધૂન ભજન, આશીર્વચન ત્યારબાદ હાલોલ સહિત બહાર ગામથી આવેલ તમામ હરી ભક્તોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો અને ધન્ય બન્યા હતા.













