DAHODGUJARATSINGVAD

સીંગવડ તાલુકાની ધામણબારી પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત યોજાયો કેમ્પ

તા.૧૦.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Singavad:સીંગવડ તાલુકાની ધામણબારી પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત યોજાયો કેમ્પ

સીંગવડ તાલુકામાં આરોગ્ય સમિતિના ચેરમેનની અધ્યક્ષતા હેઠળ ધામણબારી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર–છાપરવડ અને સરજુમીના આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોનું આરોગ્ય લક્ષી NCD સ્ક્રીનીંગ કરી જરૂરી તપાસ કરવામાં આવી હતી.આ કેમ્પમાં ૧૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા. તેમાંથી ૪૮ જેટલા લોકોનું NCD સ્કીનિંગ કરવામાં આવ્યું હતું સાથે ૧૫ જેટલા લાભાર્થીઓના PMJAY કાર્ડ બનાવવામાં આવ્યા હતા. ૭૦ વર્ષથી પણ વધુ ઉંમરના ૦૫ લાભાર્થીઓ આ કેમ્પમાં હાજર રહ્યા હતા. સાથે સિકલસેલ, .ટી.બી., મેલેરીયા ડેન્ગ્યુ, પાણી જન્ય રોગો ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!