PANCHMAHALSHEHERA
ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પંચમહાલ દ્વારા ગોધરા ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશન ટેક્નો સ્કૂલમાં આપદા મિત્રોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું.

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા ખાતેના આપદા મિત્રો તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલના સ્ટાફે ભાગ લીધો હતો. જેમાં આગ, પૂર અને અન્ય કુદરતી અપદાઓ સમયે શોધ અને બચાવનું કાર્ય તેમજ અગ્નિશમનનું કાર્ય કરી નાગરિકોનાં જાન અને મિલકતોનું રક્ષણ કરતાં શીખવાડવામાં આવ્યું હતું. એક વાત ઉલ્લેખનીય છે કે આપદા દરમિયાન દૂર રહેલા ગામડા વિસ્તારમાં આ આપદા મિત્રો પ્રથમ સહાયક તરીકે ખૂબ ઝડપી સહાયતા કરી રહ્યા છે. આ તાલીમ SDRF ગાંધીનગર ની ટીમ, ગોધરા ફાયર ટીમ,108 પંચમહાલ ટીમ, તેમજ MDMRTA/IHRDC ના એક્સપર્ટ ટીમ દ્વારા તથા GSDMA પંચમહાલના DPO ના માર્ગદર્શન હેડળ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન નાયબ મામલતદાર ડિઝાસ્ટર, પંચમહાલ અને સ્કૂલના મેનેજમેન્ટ સ્ટાફની ઉપસ્થિતિમાં તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી.






