NARMADA

દેડિયાપાડા પોલીસ વિસ્તારના સોલિયા સ્મશાન પાસે થયેલ અનડીટેકટ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા તથા દેડિયાપાડા પોલીસ

તાહિર મેમણ : પ્રાપ્ત વિગતો અનુસાર ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સોલિયા ગામના સ્મશાન પાસે કોઈ અજાણ્યા ઈસમોએ મરણજનાર રતિલાલભાઈ મગનભાઈ વસાવા રહે.દુમલા, ફિચવાડા. આંબાવાળું ફળિયું તા. નેત્રંગ જીલ્લો ભરૂચનાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પોહચાડી મોત નીપજાવેલ જે અનડીટેક્ટ મર્ડર ના કામે આરોપીઓની શોધખોળ માટે શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરવામાં આવી દરમિયાન ડેડીયાપાડા પોલીસ અને એલસીબી ટીમ દ્વારા આ અનડિટેક્ટ મર્ડર ને ડિટેકટ કરવા સારું અલગ અલગ ટીમો બનાવી પુરાવા તથા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરવામાં આવેલ. દરમિયાન ખાનગી બાતમીદાર થી માહિતી મળેલ કે આ કામના મરણજનાર તથા તેમના કૌટુંબીક ભાઈ સોકાન પારસિંગ રહે. દૂમલા ફિચવાડા.તા. નેત્રંગ જીલ્લો. ભરૂચનાઓ વચ્ચે અંગત અદાવત હોવાની બાતમીના આધારે શકદાર શોકન પારસિંગ વસાવાને ઝડપીપાડી યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતાં તેણે આ મરણજનાર સાથે અંગત અદાવતના કારણે તેને માથામાં પથ્થર વડે માર મારી મોત નિપજાવેલ હોવાની હકીકત જણાવતો હોવાથી આરોપી સોકન પારસિંગ વસાવાને હસ્તગત કરી અનડિટેક્ટ મર્ડર ડિટેકટ કરી આગળની તપાસ અર્થે દેડિયાપાડા પોલીસ માં સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!