ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ : મોડાસા, મેઘરજ, ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ, સરડોઇ પંથકમાં ડુંગરનું પાણી ગામમાં મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાયા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ : મોડાસા, મેઘરજ, ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ, સરડોઇ પંથકમાં ડુંગરનું પાણી ગામમાં મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાયા

અરવલ્લી : મેઘોનું સાર્વત્રિક આગમન, ભિલોડા-શામળાજી, મેઘરજ સહીત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો શામળાજી મંદિર માર્ગ પર ઘુંટણ સમા પાણી ભરાયા હતા તો બીજી બાજુ મોડાસાના સરડોઇ પંથકમાં પણ ડુંગરના પાણી ગામમાં ગુસ્યા હતા તો મેઘરજ તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા અને કેટલાક વિસ્તારમાં ખેતરના પાણી રસ્તા પર ફરી વર્યા હતા

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો બીજીબાજુ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ રિસામણાં લીધા હોય તેમ ખેતી લાયક વરસાદ પણ ન થતાં ખેડૂતો ભારે ચિંતિત બન્યા હતા જોકે મેઘરાજાએ રવિવારે રાત્રેથી મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં ધમાકેદાર આગમન કરતા ખેડૂતોના હૈયે હાશકારો અનુભવ્યો હતી અરવલ્લી જીલ્લાના ભિલોડા, શામળાજી અને માલપુરમાં મેઘરાજા મહેરબાન થયા છે. અરવલ્લી જીલ્લાના ભિલોડા પંથકમાં અસહ્ય બફારા અને ઉકળાટભર્યા માહોલ વચ્ચે સોમવારે બપોરના સુમારે કાળા-દિબાંગ વાદળો ધસી આવ્યા હતા ભારે પવન સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી ધોધમાર વરસાદ ખાબક્તા રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. જોકે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારે પવન થી પોલીસ સ્ટેશન નજીક વૃક્ષ ધરાશાયી થતા ત્રણ વીજપોલ પર પડતાં તૂટી પડતાં વીજળી ડૂલ થઈ હતી વીજતંત્ર દ્વારા તાબડતોડ સમારકામની કામગીરી હાથધરી હતી શામળાજી પંથકમાં સોમવારે બપોરે મેઘરાજાની કડાકા-ભડાકા સાથે શાહી સવારી આવી પહોંચી હતી સતત એક કલાક થી વધુ સમય વરસાદ ખાબકતા શામળાજી મંદિર માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ઘુંટણ સમા પાણી ભરાતા દર્શનાર્થીઓ અને ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

Back to top button
error: Content is protected !!