પંચમહાલ – ગોધરા શહેર પાસે આવેલી તૃપ્તિ હોટલ પાસે ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૪.૨૦૨૫
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર પાસે તૃપ્તિ હોટલ પાસે આજે શુક્રવારે બપોરના સમયે અકસ્માતની ઘટના બની છે. જેમાં એક પુરુષ સહિત ત્રણ બાળકીના મોત થયા હોવાની માહિતી મળવા પામી છે. તેમના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે.હાલમાં એક નાની બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પરિવારજનો પણ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.સમગ્ર મોતના પગલે પરિવારમાં પણ ગમગીનનો માહોલ છવાયો છે.ગોધરા વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટલ નજીક અકસ્માતની ઘટના બની છે જેમા એકજ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ નીપજયા છે.ટ્રકચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે.ત્રણ બાળકી અને પિતાનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યા હતા.અકસ્માત સર્જી ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે.જોકે આ પરિવાર ઘોઘંબા તાલુકાના બોર ગામનો પરિવાર હોવાની જાણકારી મળવા પામી છે અને તેઓ લગ્ન પ્રસંગમાં ગોધરાના સારંગપૂર જઇ રહ્યા હતા દરમ્યાન અક્સ્માત સર્જાયો હતો.જેમા ચાર લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.







