NARMADA

રાજપીપળા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૨ માં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો

રાજપીપળા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૨ માં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો

HPCL કંપનીનાના 49મા સ્થાપના દિવસ નિમિત્તે CSR એક્ટિવિટી અંતર્ગત લેબરરૂમના આધુનિકીકરણ માટે ૧૧ જેટલાં વિવિધ સાધનો પુરાં પાડ્યાં

રાજપીપલા : જુનેદ ખત્રી

એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં નાગરિકોના આરોગ્ય લક્ષી સુખાકારી માટે પ્રધાનમંત્રી-આયુષ્માન ભારત યોજના અંતર્ગત રાજપીપલા શહેરના નાગરિકોની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે આરોગ્ય વિભાગ દ્વારા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૨ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સગર્ભા માતા, પ્રસુતિ તથા પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને ૦૧ વર્ષથી નાના બાળકોની આરોગ્ય સારસંભાળ, ડાયાબિટીસ, હાયપરટેન્સન, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન અને સારવાર, શારીરિક અને માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન સહિત ટ્રોમા અને ઇમરજન્સી પ્રાથમિક સેવાઓ લોકોને મળી રહી છે. આ હેલ્થ સેન્ટરમાં તબક્કાવાર સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે એચપીસીએલ કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીના ભાગરૂપે વધુ એક સુવિધા અહીં પુરી પાડવામાં આવી છે.

એચપીસીએલ કંપનીના ૪૯મા સ્થાપના દિવસની ઉજવણી અને ૫૦મા ગૌરવશાળી વર્ષમાં પ્રવેશ સમયે વડોદરા રિટેલ રિજિયન દ્વારા નર્મદા જિલ્લામાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપીપળા ખાતે CSR પહેલ અંતર્ગત લેબર રૂમના આધુનિકીકરણ અને અપગ્રેડેશન માટે ૧૧ જેટલાં વિવિધ સાધનો આપવામાં આવ્યાં છે. આ સાધનો માતા અને બાળકની સુરક્ષા, સુરક્ષિત ડિલિવરી તેમજ પ્રસૂતિ પછીની સારસંભાળની સુવિધાઓ પુરી પાડે છે. ઉપકરણો હેલ્થ સેન્ટરને સોંપવાના આ કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસાવા, જિલ્લા ટીબી અધિકારી ડૉ. ઝંખના વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.કે.સુમન, એચપીસીએલ કંપની વડોદરા રિજિયનના CRM સુપ્રિયા દીક્ષિત, સેલ્સ ઓફિસર પ્રખર ગુપ્તા અને વડોદરા કચેરીના અન્ય અધિકારીઓ તેમજ અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળાના તબીબી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ જિલ્લાના નાગરિકો માટેની આ પહેલ માટે HPCLનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!