હાલોલ નગર ખાતે ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જન ને લઈને હાલોલ ટાઉન તેમજ એસઆરપી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ.
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૫.૯.૨૦૨૪
હાલોલ નગરના મુખ્ય માર્ગો પર આજરોજ હાલોલ ટાઉન પોલીસ ખાતે હાલોલ ડીવાયએસપી વી.જે.રાઠોડ તેમજ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી અને એસઆરપી પોલીસ ની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.હાલ સમગ્ર દેશ ભરમાં ગણેશ ચતુર્થી તેમજ મુસ્લીમ સમુદાયનો પવિત્ર તેહવાર ઇદે મિલાદ ની ભવ્ય ઉજવણી થઇ રહી છે ગણેશજી દસ દિવસ નું આતિથ્ય માણ્યા બાદ આગામી 17 સપ્ટેમ્બર મંગળવારના રોજ હાલોલ નગર ખાતે ગણેશ વિસર્જન હોય તેમજ આવતીકાલે 16 સપ્ટેમ્બર સોમવાર નાં રોજ મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી ની તકેદારીના ભાગરૂપે હાલોલ ટાઉન પોલીસ તેમજ એસઆરપી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.આ બંને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા આજે નગરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.જેમાં નગરમાં આવતીકાલે નીકળનાર ઇદે મિલાદ ના જુલૂસ ના રૂટ નું નીરક્ષન કર્યું હતું જેમાં હાલોલ ડીવાયએસપી વી.જે.રાઠોડ તેમજ હાલોલ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી અને એસઆરપી પોલીસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજાઇ હતી.